તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • India Has Rs. With Rs 42 Lakh Crore In Foreign Exchange, India Became The Fourth Largest Country In The World, Behind Russia

નવો રેકોર્ડ:ભારત પાસે રૂ. 42 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ, ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો, રશિયાને પાછળ છોડ્યું

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત હવે વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ (ફોરેક્સ) ધરાવતો ચોથો દેશ બની ગયો છે. ભારત સરકારની તિજોરીમાં હવે રૂ. 42 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ છે. આ સાથે જ ભારતે રશિયાને પાછળ છોડી દીધું છે. આ વર્ષે ભારત અને રશિયાના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થવાની શરૂઆત થયા પછી આ આંકડા બદલાયા છે. આરબીઆઈએ 13 માર્ચના રોજ કહ્યું કહ્યું કે, પાંચમી માર્ચ સુધીમાં ભારતનું ફોરેક્સ 4.3 અબજ ડૉલર ઘટીને 580.3 અબજ ડૉલરે (રૂ. 42 લાખ કરોડ) પહોંચી ગયું છે. આ દરમિયાન રશિયાનું ફોરેક્સ 580.1 અબજ ડૉલર હતું.

હાલ વિશ્વમાં સૌથી વધુ ફોરેક્સ ચીન પાસે છે. ત્યાર પછી અનુક્રમે જાપાન અને સ્વિત્ઝર્લેન્ડનો નંબર આવે છે. નિષ્ણાતોના મતે, ભારત પાસે હાલ 18 મહિના આયાત કરી શકે એટલું વિદેશી હુંડિયામણ છે. તેના કારણ કરન્ટ એકાઉન્ટ સરપ્લસ, સીધા વિદેશી મૂડીરોકાણમાં વધારો અને સ્થાનિક શેરબજારોમાં ઠલવાતો ઈનફ્લો છે. દક્ષિણ એશિયાના વિવિધ દેશો અર્થતંત્રમાં અચાનક સર્જાતા આઉટફ્લો સામે રક્ષણ મેળવવા સતત ફોરેક્સ મજબૂત કરી રહ્યા છે.

બિટકોઈનનો ભાવ 61000 ડૉલરને પાર થયો
રોકાણકારોમાં આશાનો સંચાર થતાં દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન રવિવારે 60 હજાર ડૉલર પાર થઈને 61,080 ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ. કોઈનમાર્કેટ કેપના મતે, બિટકોઈનનું મૂલ્ય છેલ્લા ત્રણ જ મહિનામાં ત્રણ ગણું વધી ગયું છે. ડિસેમ્બરમાં તેનો ભાવ ફક્ત 20 હજાર ડૉલર હતો. આ વર્ષે ઈલોન મસ્કની કંપની ટેસ્લા દ્વારા તેમાં 1.5 બિલિયન ડૉલરનું રોકાણ કરાયું હતું. બાદમાં બિટકોઈનનો ભાવ 72% વધી ગયો હતો.