તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતની આગેકૂચ:વૈશ્વિક સ્તરે આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે USનું સ્થાન ભારતે લીધું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઈન્ડેક્સમાં દેશ બીજા ક્રમે, ચીન પ્રથમ

અમેરિકા બાદ ભારત આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિશ્વભરમાં ઉભરી રહ્યું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડના જણાવ્યા અનુસાર, ચીન હજી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રથમ ક્રમે યથાવત્ છે. 2021 ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઈન્ડેક્સમાં યુરોપ, એશિયા-પેસિફિક, અમેરિકાના 47 દેશોના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગની આંકરણી કરવામાં આવી છે.

ચીન બાદ ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી માગ ધરાવતુ મેન્યુફેક્ચરિંગ હબ છે. જ્યારે અમેરિકા ત્રીજા ક્રમે બાદમાં અનુક્રમે કેનેડા, જેક રિપબ્લિક, ઈન્ડોનેશિયા, લિથુનિયા, થાઈલેન્ડ, મલેશિયા, અને પોલેન્ડ છે.

ગતવર્ષના રિપોર્ટમાં અમેરિકા બીજા ક્રમે અને ભારત ત્રીજા ક્રમે હતો. અમેરિકા, એશિયા-પેસિફિક દેશો સહિત મોટાભાગના દેશો હવે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેની પાછળનું કારણ, ભારતની ઓપરેટિંગ સ્થિતિ, અને ખર્ચ સ્પર્ધાત્મકતા છે. તેમજ વાર્ષિક ધોરણે ઓઉટસોર્સિંગ જરૂરિયાતોને પહોંચી વળવામાં ભારત સતત અગ્રેસર છે.

આ રેન્કિંગ ચાર માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં પુન: મેન્યુફેક્ચરિંગની ક્ષમતા, બિઝનેસ એનવારમેન્ટ (ટેલેન્ટ, મજૂરની ઉપસ્થિતિ અને માર્કેટ એક્સેસ), ઓપરેટિંગ કોસ્ટ, અને જોખમો (રાજકીય-આર્થિક, પર્યાવરણીય).

અન્ય સમાચારો પણ છે...