આઝાદીનાં 75 વર્ષે દેશની અસામાન્ય સિદ્ધિ:બ્રિટનને પછાડી ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રિટનને પાછળ રાખીને ભારત વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બન્યો છે. બ્રિટન છઠ્ઠા ક્રમે સરક્યું છે. જીડીપીના લેટેસ્ટ આંકડાઓના આધારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના રિપોર્ટ અનુસાર ભારતીય અર્થતંત્ર ચાલુ વર્ષે 7 ટકાથી વધુના દરે વૃદ્ધિ પામશે.

આંકડાઓ અનુસાર ભારતના અર્થતંત્રનું કદ 854.7 અબજ ડૉલર થયું છે જ્યારે બ્રિટનના અર્થતંત્રનું કદ 816 અબજ ડૉલર છે. આઇએમએફની આગાહી મુજબ ડૉલરના મૂલ્યના આધારે ભારતીય અર્થતંત્રએ બ્રિટનને પાછળ રાખી દીધું છે.

આ સાથે અમેરિકા, ચીન, જાપાન અને જર્મની બાદ ભારત સૌથી મોટી આર્થિક મહાસત્તા બની છે. વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં આર્થિક વૃદ્ધિમાં ભારતે બ્રિટનને પાછળ રાખી દીધું છે. ચાલુ નાણાવર્ષના પ્રથમ ક્વાર્ટરમાં પણ બ્રિટન કરતા ભારતનો વૃદ્ધિદર વધારે રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...