તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • India China Economy Update | India Will Become World's Fifth Largest Economy By 2025

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજબૂત થઈ રહેલી ઇકોનોમી:ભારત 2025માં પાંચમી અને 2030માં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે, UKને પછાડી દેશે

મુંબઈ4 મહિનો પહેલા

ભારત 2025 સુધીમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે. હાલ તે છઠ્ઠા નંબર પર છે. 2025માં તે UKને પછાડી દેશે. જ્યારે 2030માં તે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે. એક થિંક ટેન્કે આ માહિતી આપી છે.

2019માં UKને પાછળ છોડ્યું હતું
2019માં UKને પાછળ રાખીને ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બન્યો હતો, પરંતુ 2020માં તે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. UK આ રેન્કિંગમાં 2024 સુધી રહેશે. કોરોનાની વધુ અસર અને ડોલરની તુલનામાં રૂપિયો નબળો થવાથી ભારત છઠ્ઠા નંબરે પહોંચી ગયો. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે(CEBR)તેના વાર્ષિક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

વધુ ડેવલપ ઇકોનોમી હશે
CEBRનું અનુમાન છે કે ભારતીય અર્થવ્યવસ્થા વધુ વિકસિત ઈકોનોમી હશે. 2025માં તેની વાર્ષિક વૃદ્ધિ ટકાવારી 5.8%ની હશે.આ ગ્રોથના કારણે ભારત 2030 સુધી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે. અહીં સુધી પહોંચવા માટે ભારત UK, જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે. UKના આ થિંક ટેન્કના જણાવ્યા પ્રમાણે, ચીન 2028 સુધી અમેરિકાને પાછળ છોડી દેશે. આ સાથે જ ચીન દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે.

જાપાન ત્રીજા નંબર પર રહેશે
ડોલર ટર્મના મામલામાં જાપાન હાલ ત્રીજા નંબર પર રહેશે. જોકે 2030માં તે સરકીને પાંચમા નંબર પર જઈ શકે છે. થિંક ટેન્કે કહ્યું હતું કે ભારતની ઈકોનોમી કોરોનાના કારણે ઘણી પ્રભાવિત થઈ છે. દેશની અર્થવ્યવસ્થાની વિકાસ ટકાવારી 2019માં 10 વર્ષના નીચલા સ્તર પર પહોંચી ગઈ હતી. એ વખતે વિકાસ ટકાવારી 4.2% હતી. 2018માં તે 6.1% અને 2016માં 8.3% હતી.

ગ્રોથ રેટમાં ઘટાડાને કારણે બેન્કિંગ સિસ્ટમમાં તણાવ, સુધારો લાગુ કરવો અને ગ્લોબલ ટ્રેડમાં ધીમી ગતિ રહી છે. કોરોનાને કારણે અત્યારસુધીમાં ભારતમાં 1.40 લાખ લોકોનાં મોત થયાં છે. અમેરિકા પછી આ કોઈપણ દેશમાં અત્યારસુધીનાં સૌથી વધુ મોત છે.

અર્થવ્યવસ્થામાં 7.5%નો ઘટાડો
દેશની અર્થવ્યવસ્થામાં બીજા ત્રિમાસિકમાં 7.5%નો ઘટાડો થયો હતો, જ્યારે પહેલા ત્રિમાસિકમાં 23.9%નો ઘટાડો થયો હતો. આ એટલા માટે, કારણ કે કોરોનાના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ હતી. ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ કૃષિ સેક્ટર છે, જેમાં રિકવરી જોવા મળી છે અને બીજા ત્રિમાસિકમાં તેમાં વધારો થયો છે. સરકારે કોરોના વખતે લગભગ 29 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની પણ જાહેરાત કરી, જેની થોડીઘણી પોઝિટિવ અસર જોવા મળી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો