તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • India Changes FDI Policy To Prevent Chinese Opportunistic Investment In Indian Companies To Take Advantage Of Recession

નિયંત્રણ:પાડોશી દેશોની કંપનીઓએ FDI માટે મંજૂરી લેવી પડશે, હસ્તતાંતરણ અટકાવવાનો પ્રયત્ન

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા સમયથી ચીન ભારતીય કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું હતું
  • ચીનથી ભારતીય કંપનીઓને બચાવવાની કવાયત
  • કોઈ પણ પાડોશી દેશે હવે ભારતીય કંપનીઓમાં રોકાણ કરવા સરકારની મંજૂરી લેવી પડશે

કોરોના વાઈરસના કારણે આવેલી મંદીના કારણે તકવાદીઓ દ્વારા થતા ભારતીય કંપનીઓના ટેકઓવર અને હસ્તાંતરણને અટકાવવાના પ્રયાસ રૂપે ભારત સરકારે તેની સીધા વિદેશી રોકાણની પોલિસીમાં તાત્કાલિક અસરથી ફેરફાર કર્યો છે. ચીન અમુક સમયથી ભારત સહિત એશિયાના દેશોમાં આવેલી મંદીનો લાભ ઉઠાવી ઘણી કંપનીઓમાં રોકાણ કરી રહ્યું છે. તાજેતરમાં જ ચીનની સેન્ટ્રલ બેંકે એચડીએફસી લિમિટેડમાં મોટું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. નવી નીતિ અનુસાર, ભારતની સરહદ સાથે જોડાયેલા કોઈ પણ દેશ અથવા આવા દેશનો નાગરિક ભારત કે ભારતીય કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે તો તે ફક્ત સરકારી રૂટ હેઠળ જ રોકાણ કરી શકાશે. અગાઉ આવી શરતો માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ પૂરતી માર્યાદિત હતી. આ નિર્ણય અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, સ્પેન, ઇટાલી પહેલેથી જ આ પ્રકારના નિયમ કડક કરી ચૂક્યા છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડનું FDI પૉલિસીનું નોટિફિકેશન
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડનું FDI પૉલિસીનું નોટિફિકેશન

ચીન પાછલાં બારણેથી ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું હતું

જાણકારોના મતે કોવિડ-19ના ફેલાવા દરમિયાન ઉભી થયેલી નાણાકીય કટોકટી બાદ ચીને વિશ્વભરમાં નબળી પડેલી અનેક કંપનીઓને ટેકઓવર કરી છે અને આ વાતથી ઘણા દેશો ચિંતિત છે. ભારતમાં પણ ચીનનો પગપેસારો વધી રહ્યો છે તે જોતા સાવધાની રૂપે ભારત સરકારે વિધેશી રોકાણના નિયમોને કડક બનાવ્યા છે.

અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ પણ નિયંત્રણ મુખ્ય છે

કોરોના બાદ ચીનના વધી રહેલા રોકાણને નિયંત્રણમાં રાખવા માટે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ થોડા સમય પહેલા જ ચીન દ્વારા કરવામાં આવતા રોકાણ પાર વિવિધ પ્રકારે નિયંત્રણો લાગુ કર્યા છે. આમાં હવે ભારત પણ જોડાયું છે.

ચીનની સેન્ટ્રલ બેન્કે HDFC લિમિટેડના 1.75 કરોડ શેર્સ ખરીદ્યા

હાઉસિંગ ફાયનાન્સ ક્ષેત્રે દેશની અગ્રણી ધિરાણકર્તા કંપની HDFC લિમિટેડના ચીનની સેન્ટ્રલ બેન્ક  પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ 1.75 કરોડ શેર્સની ખરીદી કરી છે. આ સાથે જ HDFCમાં પીપલ્સ બેન્કની હિસ્સેદારી વધીને 1%ની ઉપર થઇ છે. સ્ટોક એક્સચેન્જમાં બતાવેલી જાણકારી મુજબ આ શેર્સની ખરીદી મોટાભાગે ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે કરવામાં આવી છે. આ સમય ગાળામાં HDFCના શેરના ભાવ ઘણા તૂટ્યા હતા.

રાહુલ ગાંધીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો

આ નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકારને તેમનું સૂચન નોંધીને નિર્ણય લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો