ઓટોમોબાઈલ:ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધતા 30% નોકરીઓ ખતમ થઈ જશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈવીમાં પરંપરાગત વાહનોથી ઓછા સ્પેરપાર્ટ્સ હોય છે, તે બનાવતી અનેક કંપનીઓ બંધ થઈ જશે

આજકાલ દુનિયાભરમાં એવા ઉદ્યોગોનું મહત્ત્વ વધી ગયું છે, જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે. રોડ ટ્રાન્સપોર્ટની ઓળખ બની ચૂકેલા કોમ્બુશન એન્જિનની જગ્યા હવે ઈલેક્ટ્રિક વાહન લેવાના છે, પરંતુ આ પરિવર્તન સાથે અનેક સવાલો પણ જોડાયેલા છે.

નવા ગ્રીન અર્થતંત્ર હેઠળ ઓટો ઉત્પાદન ક્ષેત્રે રોજગારીની સ્થિતિ ધુંધળી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની તુલનામાં ઈલેક્ટ્રિક વાહનના ઉત્પાદનમાં 30% ઓછા કર્મચારીની જરૂર પડે છે. પરંપરાગત વાહનો સાથે જોડાયેલા સહાયક ઉદ્યોગો પર પણ તેની અસર પડશે. તેના કારણે નોકરીઓ મોટા પાયે ખતમ થવાનો પણ ખતરો છે.

ઓટો એકમાત્ર ક્ષેત્ર નથી, જ્યાં ગ્રીન અર્થતંત્રની અજ્ઞાત સંભાવનાઓ અને તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે. અનેક સંશોધનોમાં માલુમ પડ્યું છે કે, ઓછા કાર્બન ઉત્સર્જનના અર્થતંત્રથી નવા રોજગારો સર્જાશે, પરંતુ જરૂરી નથી કે તે નોકરીઓ એ જ સ્થળે જૂના લોકોને મળે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના મતે, ઊર્જા ક્ષેત્રમાં ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે કરાયેલા ઉપાયોથી વિશ્વમાં 2.40 કરોડ રોજગારી સર્જાશે, જ્યારે 60 લાખ રોજગારી ખતમ થઈ જશે.

આ ટ્રેન્ડ અર્થતંત્રના મોટા હિસ્સામાં ચાલશે. જીએમ, ફોર્ડ, નિસાન, ફોક્સવેગન અને સ્ટેલાંટિસ સહિત અગ્રણી ઓટો કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનો બનાવવા અબજો રૂપિયાનું રોકાણ કરી રહી છે. લોર્ડ્સ ટાઉન મોટર્સ કંપનીના ઓહાયો, મેહોનિંગ ઘાટી સ્થિત ઈલેક્ટ્રિક વાહન પ્લાન્ટની સ્થિતિથી કેટલાક સવાલોના જવાબ મળી શકે છે. પહેલા આ બિલ્ડિંગમાં જીએમ સામાન્ય વાહન બનાવતી હતી. અહીં દસ હજાર કર્મચારી કામ કરતા હતા.

લોર્ડ્સ ટાઉન મોટર્સમાં હાલ ફક્ત 500 કર્મચારી છે. ઈલેક્ટ્રિક વાહનોના કારણે હજારો જૂની નોકરીઓ ખતમ થઈ જશે. પરંપરાગત વાહનોમાં જેટલા સ્પેરપાર્ટ્સ લાગતા હતા, એટલા ઈલેક્ટ્રિક વાહનોમાં નથી હોતા. કારના સ્પેરપાર્ટ્સ બનાવતી અનેક કંપનીઓ બંધ થઈ જસે. ઓટો ઉત્પાદકોના અનુમાન પ્રમાણે, 30% રોજગારી ઘટી શકે છે. તેના કારણે બાકીના કામદારો માટે નવી મુશ્કેલી સર્જાશે. કંપનીઓ બચેલા કર્મચારીઓને ઓછા પેસા આપવાનો પ્રયાસ કરશે.

અનેક નવી નોકરીઓમાં પરંપરાગત ઓટો ઈન્ડસ્ટ્રીના કામદારોથી જુદી ટેકનિકલ ક્ષમતાની જરૂર પડશે. સોફ્ટવેર એન્જિનિયર, કેમિસ્ટ અને ટેક્નોલોજી નિષ્ણાતોની માંગ વધશે, જ્યારે પરંપરાગત ઈન્ડસ્ટ્રીમાં વર્ષો સુધી કામ કરનારા એન્જિનિયરો, ટેક્નિશિયનોનું કૌશલ્ય નકામું થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...