રશિયા-યુક્રેન યુધ્ધના કારણે સ્ટીલની કિંમતોમાં થયેલા જંગી વધારાના કારણે તમામ સેક્ટરને મોટી અસર પડી છે. દેશમાં સ્ટીલની કિંમતોમાં વધુ વધારો ન થાય તે માટે સ્ટીલ પરની નિકાસ ડ્યૂટીમાં વધારો થવાથી તેની નિકાસમાં વાર્ષિક ધોરણે 35-40%નો ઘટાડો થવાની ધારણા છે. વર્તમાન નાણાકીય વર્ષમાં દેશમાંથી લગભગ 1 થી 1.2 કરોડ ટન સ્ટીલની નિકાસ થવાની ધારણા છે, જે ગયા નાણાકીય વર્ષમાં રેકોર્ડ 1.83 કરોડ ટનની રહી હતી.
સરકારે તમામ પ્રકારના આયર્ન ઓર પર નિકાસ ડ્યુટી 30% થી વધારીને 50% કરી છે. એ જ રીતે, હોટ-રોલ્ડ અને કોલ્ડ-રોલ્ડ સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી વધારીને 15% કરવામાં આવી છે, જે અગાઉ કોઈ ડ્યુટી ન હતી. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દેશની સ્ટીલની નિકાસમાં તેજી આવી હતી કારણ કે રશિયા વિશ્વભરમાં સ્ટીલ, કોકિંગ કોલ અને પિગ આયર્નનો મુખ્ય નિકાસકાર છે.
આ ઉપરાંત યુરોપિયન યુનિયન (EU) એ ભારતમાંથી આયાત ક્વોટા વધારવા માટે પહેલ કરી હતી. ઇયુ આયાત પર 25% ટેરિફ હોવા છતાં સ્થાનિક સ્ટીલ નિકાસકારોને સ્ટીલના ભાવમાં વિશાળ તફાવતથી ફાયદો થયો. ક્રિસિલ રિસર્ચના વિશ્લેષણ મુજબ, સ્ટીલ ઉત્પાદકો એલોય સ્ટીલ અને બીલેટની નિકાસ વધારી શકે છે જેથી ડ્યુટીમાં વધારો થવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાય. પરંતુ આ ફિનિશ્ડ સ્ટીલની નિકાસમાંથી કમાણીને સંપૂર્ણ રીતે સરભર કરે તેવી શક્યતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.