ટર્નઓવરની મર્યાદામાં વધારો:સ્મોલ કંપનીઓની પેઇડ અપ કેપિટલ, ટર્નઓવર મર્યાદા વધી

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસની દિશામાં વધુ એક પહેલ

સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં વધુ એક પગલું લેતા હવે નાની કંપનીઓ માટે પેઇડ અપ કેપિટલમાં સુધારો તેમજ ટર્નઓવરની મર્યાદામાં વધારો કર્યો છે. સરકારની આ પહેલથી વધુ કંપનીઓ નિયમના પાલનને લઇને વધુ બોજથી છૂટકારો મેળવી શકશે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે કંપનીઝ એક્ટ હેઠળ હવે નાની કંપનીઓની વ્યાખ્યામાં ફેરફાર કર્યો છે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધુ સુધારા માટે પ્રતિબદ્વ છે.

અમુક નિયમમાં સુધારા સાથે નાની કંપનીઓ માટે પેઇડ અપ કેપિટલની મર્યાદા રૂ.2 કરોડથી વધારીને રૂ.4 કરોડ કરી છે. તદુપરાંત ટર્નઓવરની મર્યાદા પણ અગાઉના રૂ.20 કરોડથી વધારીને રૂ.40 કરોડ કરવામાં આવી છે. તદુપરાંત તેનાથી વધુને વધુ કંપનીઓ નાની કંપનીઓની વ્યાખ્યા હેઠળ આવરી લેવાશે. નાની કંપનીઓને હવે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના ભાગરૂપે કેશ ફ્લો સ્ટેટમેન્ટ રજૂ કરવાની જરૂરિયાત નહીં રહે અને તે સંક્ષિપ્ત વાર્ષિક રિટર્ન રિપોર્ટ જમા કરી શકશે. તે ઉપરાંત ઓડિટર્સને બદલવાના નિયમમાંથી પણ છૂટકારો આપવામાં આવ્યો છે.

નાની કંપનીના ઓડિટરે આંતરિક નાણાકીય નિયંત્રણોની પર્યાપ્તતાનો રિપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં રહે તેમજ તેની અસરકારકતા અંગે પણ રિપોર્ટ નહીં આપવો પડે. તદુપરાંત નાની કંપનીઓ પર ઓછો દંડ ફટકારવામાં આવશે અને કંપનીના વાર્ષિક રિટર્ન પર હવે કંપની સેક્રેટરીના હસ્તાક્ષર કરવાના રહેશે અને જો કોઇ કંપનીમાં કંપની સેક્રેટરી ન હોય તો કંપનીના ડાયરેક્ટર દ્વારા હસ્તાક્ષર કરી શકાય છે.

અર્થતંત્રની વૃદ્વિમાં નાની કંપનીઓ મોખરે
દેશની નાની કંપનીઓ ઉદ્યોગ સાહસિકતા તેમજ ઇનોવેશનને પ્રેરિત કરે છે તેમજ દેશના અર્થતંત્રની વૃદ્વિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તે ઉપરાંત રોજગારી સર્જનમાં પણ મહત્વનું યોગદાન ધરાવે છે. જે કંપનીઓ નિયમોનું ચુસ્તપણે પાલન કરતી હોય તેના માટે સરકાર અનેક વર્ષોથી એક યોગ્ય વ્યાપારિક માહોલનું સર્જન કરવા માટે પ્રતિબદ્વ રહી છે જેમાં કેટલાક અનુપાલનમાંથી છૂટનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...