• Gujarati News
  • Business
  • Increased Employment And Sales Of Vehicles In The Country, Demand Is Likely To Increase Rapidly

ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ:દેશમાં રોજગારી અને વાહનોના વેચાણમાં થયો વધારો, માગ ઝડપથી વધવાની શક્યતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા ફરીવાર પાટા પર આવી છે. અમેરિકન ફાઇનાન્શિયલ કંપની મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર, રોજગાર, લોન, વાહનોનું વેચાણ અને વેપારના સૂચકાંકમાં આ ચિત્ર જાણવા મળ્યું છે. મોર્ગન સ્ટેનલીએ એક રિપોર્ટમાં કહ્યું કે અમારું માનવું છે કે ભારતમાં ગ્રામીણ માગ વધવાની છે. તેમજ બજારો સંપૂર્ણ રીતે ખોલવા, શ્રમ બજારમાં સુધારા અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યવસાયની સ્થિતિમાં સુધારો કરવામાં મદદ મળી રહી છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી (એપ્રિલ) વધતા ખાદ્ય ફુગાવા ઉપરાંત, ભારતીય ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ કોરોના મહામારીની બીજી લહેરથી પ્રભાવિત થઈ હતી. જો કે, છેલ્લા કેટલાક મહિનામાં પરિસ્થિતિમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે.

12 મહિનાની મંદી પછી 3 મહિનાથી પરિસ્થિતિમાં સુધારો આવ્યો
મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. અગાઉ, સતત 12 મહિના સુધી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 3-4 મહિનામાં સમગ્ર ગ્રામીણ ગતિવિધિઓમાં સુધારો આવ્યો છે.

ચાર મુખ્ય સૂચકાંક: બેરોજગારીમાં ઘટાડો, નિકાસમાં વધારો
બેરોજગારીમાં ઘટાડો: સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ની રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર દરમિયાન દેશમાં બેરોજગારીનો દર 8 મહિનાના નીચા સ્તરે રહ્યો.
ટુ-વ્હીલરનું વેચાણઃ દેશમાં ગયા મહિને 11 લાખથી વધુ ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. પ્રી-કોવિડ એટલે કે ઓક્ટોબર 2020 પછી ટુ-વ્હીલરના વેચાણનો આ સૌથી મોટો આંકડો છે.
કૃષિ લોન: રિઝર્વ બેન્કના આંકડા મુજબ, ઓગસ્ટમાં કૃષિ લોનની માગમાં 13.4%નો વધારો થયો છે. છેલ્લા 9 મહિનામાં કૃષિ લોનમાં આટલી વૃદ્ધિ અગાઉ ક્યારેય નહોતી થઈ.
કૃષિ નિકાસ: નાણાકીય વર્ષ 2022-23માં સપ્ટેમ્બર સુધીમાં દેશમાંથી કૃષિ ચીજવસ્તુઓની નિકાસ 27.5% વધી છે. આમ છતાં આ દરમિયાન ઘઉં અને ચોખાની નિકાસ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

આ ચાર મુખ્ય કારણોને લીઘે સતત મજબૂત થઈ રહી છે ગ્રામીણ અર્થવ્યવસ્થા
1.
સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં કર્મચારીઓની ભરતી કરવાથી ઓછા કુશળ ગ્રામજનોને પણ નોકરી મળવા લાગી છે.
2. દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ સામાન્ય થવાને કારણે હવે શહેરી વિસ્તારોમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પૈસા આવવા લાગ્યા છે. તેનાથી માગ વધી છે.
3. ઓગસ્ટમાં ખેતી અને બિનખેતી શ્રમિકોના વેતનમાં વધારો થયો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશમાં વધારો થયો હતો.
4. મહામારીની શરૂઆતથી અત્યાર સુધી સરકારે ગ્રામીણ વિસ્તારોમાં GDPના 3.3 ટકા ખર્ચ કર્યો છે. આ પ્રી-કોવિડ લેવલ કરતાં થોડું વધારે છે.