T20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરનાર ભારતીય બેટર સૂર્યકુમાર યાદવની બ્રાન્ડ વેલ્યુ ત્રણ ગણી વધી છે. 360 ડિગ્રી શોટ રમનાર સૂર્યાને લગભગ 10 બ્રાન્ડ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી ચૂક્યા છે. તેમાં બેવરેજ, મોબાઈલ એસેસરીઝ, મીડિયા, સ્પોર્ટ્સ એપેરલ, કેઝ્યુઅલ એપેરલ, એજ્યુકેશન એબ્રોડ સર્વિસ કેટેગરીઝનો સમાવેશ થાય છે.
ફી 20 લાખથી વધી 70 લાખ થઈ
મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યા 2021માં દિવસના લગભગ 20 લાખ રૂપિયા લેતા હતા. પરંતુ પર્ફોર્મન્સ ચમકી જતા તેમણે એન્ડોર્સમેન્ટ ફી વધારી 65થી 70 લાખ રૂપિયા પ્રતિદિવસ કરી છે. ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ અનુસાર, નવા ખેલાડી પ્રતિદિવસ 25-50 લાખ રૂપિયા ચાર્જ લેય છે, જ્યારે વધુ સફળ યુવા ખેલાડી 50 લાખ-1 કરોડ કમાય છે.
સૂર્યાની સોશિયલ મીડિયા હાજરી 300% વધી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના સ્વામિત્વ વાલી RISE વર્લ્ડવાઇડ લિમિટેડમાં સ્પોન્સરશિપ સેલ્સ એન્ડ ટેલેન્ટ મેનેજમેન્ટના પ્રમુખ નિખિલ બર્ડિયાએ કહ્યું કે, જુલાઈ 2021માં યાદવને સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. તેમના મેદાન પરના પ્રદર્શનને કારણે, તેની સોશિયલ મીડિયા હાજરી 300%થી વધુ વધી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ટોપ 10 એક્ટિવ ક્રિકેટર્સમાં સામેલ છે.
પહેલા સૂર્યાના પોર્ટફોલિયોમાં માત્ર 4 બ્રાન્ડ હતા
નિખિલ બર્ડિયા કહે છે, જે સમયે તેઓ કંપનીમાં સામેલ થયા, તે સમયે યાદવના પોર્ટફોલિયોમાં માત્ર ચાર બ્રાન્ડ હતા. આજે તેમના પોર્ટફોલિયોમાં 10 બ્રાન્ડ છે જેની ઘોષણા થઈ ચૂકી છે, આ મહિને આઠ કરારની જાહેરાત થવાની આશા છે. ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ વર્ષના અંત સુધીમાં સૂર્યકુમાર માટે લગભગ 20 બ્રાન્ડ્સ ક્લોઝ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
360 ડિગ્રી રમવાની ક્ષમતાએ માર્કેટર્સને આકર્ષ્યા
અમેરિકન કોર્પોરેટ ઇન્વેસ્ટિગેશન અને રિસ્ક કન્સલ્ટિંગ ફર્મ ક્રોલના મેનેજિંગ ડિરેક્ટર અવિરલ જૈને જણાવ્યું હતું કે, “યાદવ ભારતીય ટીમ માટે સતત સારું પ્રદર્શન કરનાર છે. તે ઝડપથી મેચ વિનર તરીકે પોતાની પ્રતિષ્ઠા બનાવી રહ્યો છે જે બહુ ઓછા ક્રિકેટરોએ કર્યું છે. 360 ડિગ્રી રમવાની તેની ક્ષમતાએ ઈન્ડસ્ટ્રીમાં એક નવા, પ્રતિભાશાળી અને વિશ્વસનીય ચહેરાની શોધમાં માર્કેટર્સને આકર્ષ્યા છે.
સૂર્યા T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ પર
સૂર્યકુમાર T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ પર છે. તેમના 869 પોઈન્ટ છે. સૂર્યાએ T20 વર્લ્ડ કપમાં પાંચ મેચોમાં લગભગ 200ની સ્ટ્રાઈક રેટથી 255 રન બનાવ્યા હતા. ભારતીય વાઇસ કેપ્ટન કેએલ રાહુલ 16માં સ્થાને છે. વિરાટ 11 અને રોહિત શર્મા 18માં સ્થાને છે.
બોલિંગમાં શ્રીલંકાના વાનિંદુ હસરંગા 704 પોઈન્ટ સાથે પહેલા સ્થાને છે. તેણે અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડ્યો છે. ભારતના અર્શદીપ સિંહ કરિયરના બેસ્ટ એટલે કે 23માં સ્થાને પહોંચ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.