• Gujarati News
  • Business
  • Increase In Petrol diesel Prices For The Fourth Day In A Row; In Delhi, Petrol Costs Rs. 107.24 And Diesel Rs.95.97; In Rajasthan, Petrol Has Reached Close To Rs 120

ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ:સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો; દિલ્હીમાં પેટ્રોલ રૂ. 107.24 અને ડીઝલ રૂ.95.97; રાજસ્થાનમાં રૂ.120 નજીક પેટ્રોલ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતા પરેશાન

સરકારી તેલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. 107.24 અને ડીઝલ 95.97 રૂપિયા થયું છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 103.87 છે.

દેશનાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર

પેટ્રોલ(રૂ./લિટર)

ડીઝલ (રૂ./લિટર)

શ્રીગંગાનગર

119.42

110.26

અનુપપુર

118.71

107.87

પરભણી

116.08

105.25

ભોપાલ

115.90

105.27

જયપુર

114.48

105.71

મુંબઈ

113.12

104.00

દિલ્હી

107.24

95.97

ઓકટોબરમાં 18મી વખત ભાવમાં વધારો થયો
આ મહિને 23 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 18મી વખત વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 5.60 અને ડીઝલ 6 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે 2021ની વાત કરીએ તો આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિલિટર હતું. હવે આ 106.54 અને 95.27 રૂપિયા પ્રતિલિટર થયું છે, એટલે કે 10 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 22.57 અને ડીઝલ 21.15 રૂપિયા સુધી મોંઘું થયું છે.

100 ડોલર સુધી જઈ શકે છે ક્રૂડ ઓઇલ
બેન્ચમાર્ક બ્રેન્ટક્રૂડના ભાવમાં લગભગ 85 ડોલર પ્રતિ બેરલ છે, જે આગામી ત્રણથી 6 મહિનામાં આ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એ 100 ડોલર સુધી પહોંચવા પર પેટ્રોલ-ડીઝલમાં હાલની કિમતોથી 8-10 રૂપિયા પ્રતિલિટર વધુ મોંઘું થઇ જશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા વધુ વેટવાળાં રાજ્યોમાં કિંમતોમાં હજી વધુ વધારો થશે.

ઇરાકના તેલમંત્રી અહેસાન અબ્દુલ જબ્બાર મુજબ, આગામી વર્ષે પ્રથમ અને બીજા ત્રિમાસિક વચ્ચે ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી જશે. બ્રેન્ટનો વર્તમાન ભાવ (85 ડોલર)પહેલેથી જ એક વર્ષ પહેલા (42.5 ડોલર)ની તુલનામાં બમણા છે, જેથી ભારતની મુશ્કેલીઓ વધી છે, જે જરૂરના લગભગ 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. હજુ આયાત વધારવી પડી શકે છે.

આગામી દિવસોમાં વધશે પેટ્રોલિયમની માગ
એસએન્ડપી ગ્લોબલ પ્લેટ્સ એનાલિટિકલ મુજબ, તહેવાર અને લગ્નસીઝનને કારણે આગામી કેટલાક મહિના દરમિયાન ભારતમાં પેટ્રોલિયમની માગમાં વધારો થશે. રેટિંગ એજન્સી ઇક્રાના વાઇસ-પ્રેસિડેન્ટ અને કો-ગ્રુપ હેડ પ્રશાંત વશિષ્ઠ મુજબ, ક્રૂડ ઓઇલ 1 ડોલર પ્રતિ બેરલ મોંઘું થવા પર પેટ્રોલ-ડીઝલના ભાવ સરેરાશ 55-60 પૈસા પ્રતિ લિટર વધશે. એવામાં જો ક્રૂડ ઓઇલ 10 ડોલર પહોંચશે ટો પેટ્રોલ-ડીઝલના ભાવ 10 રૂપિયા સુધી વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...