• Gujarati News
  • Business
  • Incomplete Board Report, Delay In AGM Will Not Lead To Jail; Preparations To Make Many GST Laws Non criminal

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ:અધૂરા બોર્ડ રિપોર્ટ, AGMમાં મોડું થવાથી જેલ નહિ થાય; GSTના અનેક કાયદાને બિન-અપરાધિક બનાવવાની તૈયારી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાણા મંત્રાલયે CBICના અધિકારીઓની એક કમિટી બનાવી
  • આ કમિટી સ્ટેક હોલ્ડર્સ-ઇન્ડસ્ટ્રીઝ સાથે વાત કરી રિપોર્ટ બનાવશે

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સરકારે કંપની લોમાં ફેરફાર કર્યા બાદ હવે ગૂડ્સ એન્ડ સર્વિસીસ (GST)ના અનેક કાયદામાં ફેરફાર કરીને તેને બિન-અપરાધિક બનાવવાની તૈયારી શરુ કરી છે. આ માટે સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધિકારીઓની એક કમિટી બનાવી છે. આ કમિટી બધાજ સ્ટેક હોલ્ડર્સ સાથે વાત કરશે અને ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ઈનપુટ લેશે. ત્યાર બાદ અંતિમ રિપોર્ટ કેબિનેટને મોકલવામાં આવશે.

સૂચિત ફેરફારો સંબંધિત ઉદ્યોગ ચેમ્બરને પત્ર મોકલ્યો
GST એક્ટમાં સૂચિત ફેરફારો અંગે ઇનપુટ મેળવવા માટે ડિરેક્ટર જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સે (DGGST) ઉદ્યોગ ચેમ્બર્સને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહ્યું છે કે ગુનાઓ ઘટાડવા અને વ્યાપક જોગવાઈનો ઉપયોગ કરવા માટે GST કાયદાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. આની પાછળનો ઉદ્દેશ ધંધાની ભાવના સુધારવા, કાયદાકીય કાર્યવાહી ઘટાડવા અને અદાલતોનો ભાર ઘટાડવાનો છે.

ઇન્ડસ્ટ્રીઝે સૂચિત ફેરફારોને આવકાર્યા
કેન્દ્ર સરકાર દ્વારા GST કાયદામાં કરવામાં આવનારા ફેરફારોને ઉદ્યોગ જગતે આવકાર્યા છે. ઉદ્યોગોનું માનવું છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પ્રોત્સાહન આપવા માટે ગુનાઓને બિન-અપરાધિક બનાવવાથી વિવિધ અધિકારીઓ દ્વારા થતી પરેશાની બંધ થઈ જશે. વર્તમાન GST કાયદામાં ટેક્સ દેવાથી બચવાનો પ્રયાસ કરનાર વ્યક્તિની ધરપકડ અને જેલની જોગવાઈ છે. આ સિવાય, ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોગવાઈઓના દુરૂપયોગ માટે ધરપકડ પણ થઈ શકે છે.

આ કાયદાઓને બિન-અપરાધિક બનાવવાની તૈયારી

  • આંશિક ટેકનીકલ અને પ્રક્રિયાને લગતી ખામીઓ
  • CSR રિપોર્ટમાં ટૂંકાગાળા માટે મોડું થવું
  • અધુરી બોર્ડ મિટિંગ
  • ફાઈલિંગ ડિફોલ્ટ
  • AGMમાં મોડું થવું
અન્ય સમાચારો પણ છે...