• Gujarati News
  • Business
  • Income Tax Saving Investments 2023 PPF, National Savings To Senior Citizen Savings Scheme

ટેક્સ છૂટ સાથે વધારે વ્યાજ મળશે:PPF અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિેકેટ સહિત પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રૂપિયાનું રોકાણ કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ એક્સિસ, ICICI અને કેનેરા બેંક સહિત અને બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતાં વ્યાજમાં વધારો કર્યો છે. જોકે, તે પછી પણ પોસ્ટ ઓફિસની અનેક યોજનાઓ એવી છે જેમાં તમને FD થી વધારે વ્યાજ સાથે ઇનકમ ટેક્સ છૂટનો ફાયદો પણ મળી રહ્યો છે.

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રોકાણ કરી તમે 1.5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપર ટેક્સ બચાવી શકો છો. આજે અમે તમને પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત આવી જ 5 સ્કીમ્સ અંગે જણાવી રહ્યા છીએ જેમાં તમને સારા રિટર્ન સાથે ઇનકમ ટેક્સ છૂટનો લાભ પણ મળશે.

1. સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ

  • યોજનમાં વાર્ષિક 8% નો વ્યાજ દર મળી રહ્યો છે
  • 60 વર્ષ કે તેનાથી વધારે ઉંમર પછી અકાઉન્ટ ખોલી શકાય છે
  • VRS લેનાર વ્યક્તિ જે 55 વર્ષથી વધારે પરંતુ 60 વર્ષથી ઓછી ઉંમરના છે તેઓ પણ આ અકાઉન્ટ ખોલી શકે છે.
  • સ્કીમ હેઠળ 5 વર્ષ માટે રૂપિયા રોકાણ કરી શકાય છે. મેચ્યોરિટી પછી આ સ્કીમને 3 વર્ષ માટે વધારી શકાય છે.
  • યોજના હેઠળ તમે મોટાભાગે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

2. સુકન્યા સમૃદ્ધિ યોજના

  • આ યોજના હેઠળ અકાઉન્ટ કોઈ બાળકીના જન્મ લીધા પછી 10 વર્ષની ઉંમર પહેલાં ખોલી શકાય છે
  • તમે માત્ર 250 રૂપિયામાં અકાઉન્ટ ખોલાવી શકો છો. જેમાં વાર્ષિક 7.6%ના દરે વ્યાજ મળતું રહે છે જે ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે છે.
  • ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ કે બેંક શાખામાં ખોલાવી શકાય છે.

3. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ

  • પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) ખાતામાં જમા થયેલી રકમ ઉપર હાલ 7.1% વ્યાજ મળી રહ્યું છે.
  • જમા ઉપર વ્યાજની ગણતરી વર્ષ આધારે કરવામાં આવે છે, એટલે કે દર વર્ષે મુખ્ય રકમમાં ઉમેરવામાં આવે છે.
  • PPF છૂટની ઈઈઈ કેટેગરી હેઠળ આવે છે. જેનો અર્થ એવો છે કે રિર્ટન, મેચ્યોરિટી રકમ અને વ્યાજથી આવક ઉપર ઇનકમ ટેક્સ છૂટ મળે છે.
  • આ અકાઉન્ટ 15 વર્ષ માટે ખોલવામાં આવી શકે છે, જેને આગળ 5 વર્ષ માટે વધારી શકાય છે.
  • PPFમાં મિનિમમ 500 રૂપિયાથી અકાઉન્ટ ખોલી શકાય છે. જેમાં એક ફાયનાન્શિયલમાં 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.
  • આ સ્કીમ હેઠળ તમે એક વર્ષમાં અકાઉન્ટમાં મોટાભાગે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

4. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ ઉપર 7% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.
  • જેમાં વ્યાજની ગણતરી વર્ષ આધારે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળા ઉપર આપવામાં આવે છે.
  • એનએસસી અકાઉન્ટ ખોલાવવા માટે તમારે ન્યૂનતમ 1000 રૂપિયા રોકાણ કરવું પડશે.
  • તમે એનએસસીમાં કેટલી પણ રકમ રોકાણ કરી શકો છો. જેમાં રોકાણની કોઈ વધારે સીમા નથી.

5. ટાઇમ ડિપોઝિટ સ્કીમ

  • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ છે. જેમાં એક નક્કી કરેલાં સમયગાળા માટે રૂપિયા રોકાણ કરીને તમે ચોક્સ રિટર્ન અને વ્યાજનો લાભ લઇ શકો છો.
  • પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ 1 થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5 થી 7 ટકાનું વ્યાજ આપવાનું જણાવે છે.
  • ભારતીય ડાકની આધિકારિક વેબસાઇટ પ્રમાણે 5 વર્ષના સમયગાળા હેઠળ રોકાણ કરવા અંગે 80C હેઠળ ટેક્સની છૂટનો ફાયદો લઇ શકો છો.
  • 5 વર્ષ માટે ટાઇમ ડિપોઝિટમાં જમા કરવા અંગે તમને વાર્ષિક 7 ટકા પ્રમાણે વ્યાજ મળશે.
  • જેમાં 1000 રૂપિયાનું મિનિમમ રોકાણ કરવાનું હોય છે. વધારે રોકાણની કોઈ સીમા નથી.

સેક્શન 80C શું છે?
ઇનકમ ટેક્સ એક્ટ સેક્શન 80C હેઠળ, તમારી કુલ આવકથી 1.5 લાખ રૂપિયાના કાપનો દાવો કરી શકો છો. સરળ ભાષામાં એવી રીતે સમજો કે, તમે કલમ 80C ના માધ્યમથી તમારૂ કુલ કર યોગ્ય આવકથી 1,50,000 રૂપિયા સુધી ઘટાડી શકો છો.

અન્ય સમાચારો પણ છે...