ઈ-મોબિલિટી માર્કેટ:2022ના વર્ષે ઓટો સેક્ટરમાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર લોકપ્રિય થશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિના કારણે માગ ઝડપભેર વધી રહી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં થતા સતત વધારાથી ગ્રાહકો હવે ઇ-વાહનો પ્રત્યે આકર્ષાયા છે. બદલાતી ટેક્નોલોજીના પરિણામથી વાહનોમાં આપવામાં આવતી અત્યાધુનિક સુવિધાઓ સાથે ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ બનવા જઈ રહ્યા છે.

વૈશ્વિક આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે તેમજ વધતા ક્રૂડતેલના આયાત બિલ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈ-મોબિલિટી માર્કેટને વેગ આપવા માટે સરકારની નવી નીતિ પહેલને આગળ ધપાવતા મુખ્ય પરિબળોમાંના એક છે. ટુ-વ્હીલર કેટેગરીમાં હીરો મોટોકોર્પ, એથર એનર્જી, ઓલા ઇલેક્ટ્રિક, ટોટેક,રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ જેવા સ્ટાર્ટ-અપ્સ તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

સરકાર તેની 'ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલે. વ્હીકલ સ્કીમમાં ટુ-વ્હીલર ઈ-વીને પ્રોત્સાહન આપી રહી છે. ટુ-વ્હીલર ઈવીમાં 40 ટકા ખર્ચ માત્ર બેટરીનો હોય છે. દેશમાં બેટરીનું ઉત્પાદન થઈ રહ્યું હોવાથી તેની કિંમતમાં ઘટાડો થવાની ધારણા છે. જેના કારણે વાહનોની કિંમતમાં પણ આગળ જતા ઘટાડો થશે. ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ રેવફિન સર્વિસિસનો અંદાજ છે કે લોન ધિરાણ આગામી થોડા વર્ષોમાં અપનાવવા માટેનું સૌથી મોટું સમર્થક બનશે.

ફોર વ્હિલર્સમાં પણ ઇ-કારનો ટ્રેન્ડ વધ્યો
પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખી ઇ-કારનો ટ્રેન્ડ ઝડપી વધી રહ્યો છે. જોકે, ઓટો સેક્ટરમાં એસયૂવી સેગમેન્ટમાં મોટા પાયે ડિમાન્ડ ખુલી રહી છે. દેશની પહેલી સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશન તથા સૌથી મોટી નિકાસકાર હ્યુંડાઈ મોટર ઈન્ડિયા ભારતની નંબર 1 બ્રાંડ તરીકે ઉભરી આવી છે. 2021માં 2.5 લાખથી વધુ એસયૂવીનું વેચાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...