અનિશ્વિતતાનો માહોલ:વોડાફોન-આઇડિયા સંકટમાં, 18 મહિનામાં 2.1 કરોડ યુઝર્સ ગુમાવ્યા

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીની ખોટ વધીને7595 કરોડ, 5જીમાં પણ કંપની પાછળ

ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જીયોના આગમન બાદથી જોવા મળી રહેલી સ્પર્ધા વચ્ચે ત્રીજા સૌથી મોટા ટેલિકોમ-ઓપરેટર વોડાફોન-આઇડિયા સંકટના દોરમાંથી પસાર થઇ રહી છે. કંપનીના યૂઝર્સમાં સતત ઘટાડાને કારણે ખોટ પણ વધી રહી છે. જેને કારણે હવે કંપનીના સંચાલનને લઇને પણ અનિશ્વિતતાનો માહોલ છે.

એક સમયે દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપનીનો ખિતાબ હાંસલ કરનારી VIએ જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 60 લાખ યૂઝર્સ ગુમાવ્યા છે. અગાઉના ક્વાર્ટરમાં પણ 34 લાખ યૂઝર્સ ઘટ્યા હતા. વોડાફોન-આઇડિયાનો યૂઝર બેઝ ઘટીને 23.44 કરોડ નોંધાયો છે. જે રિલાયન્સ જીયોના યૂઝર્સ બેસ કરતાં અડધો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કંપનીની ખોટ વધીને 7595 કરોડ રૂપિયા નોંધાઇ હતી.

VI છોડીને યુઝર્સનું જીયો તરફ પ્રયાણ
છેલ્લા છ ક્વાર્ટર દરમિયાન VIના 2.1 કરોડ યૂઝર્સ ઘટ્યા છે. બીજી તરફ જીયો અને એરટેલના યુઝર્સ બેઝમાં વધારો થયો છે. જો કે છેલ્લા બે મહિનાથી ભારતી એરટેલનો યુઝર બેઝ સ્થિર રહ્યો છે. જેનો અર્થ છે કે વીઆઇના મોટાભાગના યૂઝર્સ હવે જીયોમાં સ્વિચ કરી રહ્યાં છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીયોના કુલ યૂઝર્સની સંખ્યા 77 લાખ વધીને 42.8 કરોડ થઇ છે, જ્યારે ભારતી એરટેલના નેટવર્કમાં આ દરમિયાન અંદાજે 5 લાખ નવા યુઝર્સ જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...