• Gujarati News
  • Business
  • In The Two Years Since The Epidemic, More Than 500 New IT Companies Have Sprung Up In Saurashtra, The Largest Job Creation.

પોઝિટિવ ગ્રોથ:મહામારીનાં બે વર્ષમાં સૌરાષ્ટ્રમાં આઇટી ક્ષેત્રે 500થી વધુ નવી કંપનીઓ શરૂ થઇ, રોજગારીનું સર્જન સૌથી વધુ રહ્યું

રાજકોટએક મહિનો પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સૌરાષ્ટ્રના આઈટીનું ટર્ન ઓવર રૂ. 2500 કરોડે પહોંચ્યું, આ વર્ષમાં ટર્નઓવર હજુ 50 કરોડ વધે તેવી સંભાવના

કોરોના બાદ અન્ય ઉદ્યોગ પર તેની વિપરીત અસર જોવા મળી છે. પરંતુ માત્ર આઈટી એટલે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર માટે કોરોના પોઝિટીવ સાબિત થયો છે. ખાલી માત્ર સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો આઈટી ક્ષેત્રની 500 થી વધુ નવી કંપનીઓ આવી છે કે જે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ સૌથી વધુ છે. સૌથી વધુ વપરાશ એજ્યુકેશનમાં અને વેપાર -ઉદ્યોગમાં થયો છે.

એજ્યુકેશનમાં 5 ગણો અને ઉદ્યોગમાં 20 ટકા આઈટી સેકટરનો વપરાશ વધ્યો હોવાનું આઈટી સેકટર રાજકોટ આઈટી ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રોનકભાઈ રૈયાણી જણાવે છે.વધુમાં તેના જણાવ્યાનુસાર કોરોના બાદ આઈટી સેકટરનું ટર્ન ઓવર રૂ. 2500 કરોડની પાર પંહોચ્યું છે. હજુ આ વર્ષમાં ટર્ન ઓવર રૂ. 50 કરોડ વધે તેવી સંભાવના છે.

કોરોના બાદ આઈટી સેકટરનું ડેવલોપમેન્ટ થયુ તેમાં વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશન આ બે મુખ્ય પરિબળ ભાગ ભજવે છે. અગાઉ એવુ થતુ હતુ કે, આઈટી આધારિત સોફટવેરનો વપરાશ કરવા માટે લોકોને સામેથી સમજાવવા પડતા હતા તેના બદલે હવે સોફટવેરનો વપરાશ કરવા માટે આવી રહ્યા છે.

એજ્યુકેશનમાં બદલાવ આવતા આઈટીનો વપરાશ વધવાના કારણો અને પરિવર્તન

  • એજયુકેશન સેકટરમાં હવે એસાઇનમેન્ટ ચકાસણીથી લઇને મોનેટરિંગ સિસ્ટમ માટે આઈટીનો વપરાશ થવા લાગ્યો છે
  • એજ્યુકેશનમાં ઉપયોગી બને તેવા પ્રકારની ગેમ્સની ડિમાન્ડ વધી રહી છે.
  • કોરોના પછી ઉદ્યોગમાં ડિમાન્ડ વધી અને કામ ઝડપી બને તે માટે આઈટીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે.
  • નાની- મોટી દરેક કંપનીમાં આઇટીના જાણકાર હોય એવા ખાસ વ્યકિતની નિમણુંક કરવામાં આવી રહી છે.
  • માત્ર મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં જ નહિ સર્વિસ આધારિત હોય તેવા ઉદ્યોગો અને વેપારમાં આઈટીનો ઉપયોગ થાય છે. ત્યાં સુધી હવે કરિયાણાનો સામાન્ય વેપારી પોતાનો ડેટા હવે ડાયરીને બદલે કોમ્પ્યુટરમાં રાખે છે.
  • વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અને નોકરી માટે બીજા રાજ્યમાં જતા હતા તેના બદલે આઈટી આધારિત સ્ટાર્ટઅપ કે વ્યવસાય અંહિ શરૂ કરે છે.

પરિવર્તન, આઇટી સેક્ટરમાં મહિલાઓનું વધી રહેલું વર્ચસ્વ

  • 50 ટકા પુરૂષ અને 50 ટકા મહિલાઓ આઈટી સેકટર થકી રોજગારી મેળવી રહ્યા છે.
  • 10 : 9 કંપની હવે આઈટીનો ઉપયોગ કરે છે. પહેલા આ પ્રમાણ 10:2 નું હતું
  • 1500 ટર્ન ઓવર હવે વધીને 2500 કરોડનું થયું છે.
  • 10 વર્ષમાં સૌથી વધુ એજ્યુકેશન ક્ષેત્રમાં આઈટીનો ઉપયોગ કોરોના બાદ થયો છે.
અન્ય સમાચારો પણ છે...