તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • In The Last 60 Days, The Company's Market Cap Averaged Rs 7,300 Crore Daily, Making It The Only Company In The Country To Reach Rs 15 Lakh Crore.

રિલાયન્સે ઇતિહાસ રચ્ચો:છેલ્લા 60 દિવસોમાં કંપનીની માર્કેટ કેપ દરરોજ એવરેજ 7300 કરોડ રૂપિયા વધી, 15 લાખ કરોડના સ્તરે પહોંચનારી દેશની એકમાત્ર કંપની

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી
  • કંપનીની માર્કેટ કેપ આ વર્ષે 18 જૂને 11 લાખ કરોડ રૂપિયાનું સ્તર પાર કરી ગઇ હતી

ઘરેલૂ શેર માર્કેટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુરૂવારે ઇતિહાસ રચી દીધો છે. કંપનીની માર્કેટ કેપ 15.25 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઇ છે. આ સ્તર પર પહોંચનારી રિલાયન્સ ભારતની એકમાત્ર કંપની છે. ત્યારબાદ બીજા સ્થાને ટાટા કન્સલટન્સી સર્વિસ છે જેની માર્કેટ કેપ લગભગ 8.76 લાખ કરોડ રૂપિયા છે.

આ વર્ષે વિશ્વની ઘણી મોટી કંપનીઓએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ વેન્ચર્સમાં રોકાણ કર્યું છે. તેમાં ફેસબુક, ગુગલ, સિલ્વર લેક જેવા મોટા નામ સામેલ છે. આ પહેલા કંપનીની માર્કેટ કેપ આ વર્ષે જૂને 11 લાખ કરોડ રૂપિયાનું સ્તર પાર કરી ગઇ હતી.

માર્કેટ કેપમાં વધારો
2020માં અત્યાર સુધી કંપનીની માર્કેટ કેપમાં 5.14 લાખ કરોડ રૂપિયાથી વધારેની વૃદ્ધિ થઇ છે. TCSના માર્કેટ કેપમાં આ વર્ષે 73.44 હજાર કરોડ રૂપિયાથી ઓછો વધારો થયો. આ પહેલા કંપનીની માર્કેટ કેપ આ વર્ષે 18 જૂનમાં 150 બિલિયન ડોલર (11 લાખ કરોડ રૂપિયા)ની પાર પહોંચી ગઇ હતી. અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની 46મી સૌથી વેલ્યૂએબલ કંપન ી છે.

ત્રણ દાયકામાં પહેલી વખત રાઇટ ઇશ્યૂ જાહેર કર્યો હતો
કુલ માર્કેટ કેપમાં રિલાયન્સના શેર સાથે સાથે આંશિક ચૂકવણી વાળા રાઇટ ઇશ્યૂનો ભાગ પણ સામેલ છે. ડેટ ફ્રી થઇ ચૂકેલી રિલાયન્સ કંપનીએ ત્રણ દાયકામાં પહેલી વખત આ વર્ષે 1257 રૂપિયાની કિંમત પર રાઇટ ઇશ્યૂ જાહેર કર્યો હતો. આ ઇશ્યૂ 15 જૂને બજારમાં લિસ્ટ થયો હતો. 10 સપ્ટેમ્બરે BSEમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર તેા ઓલ ટાઇમ હાઇ 2334.95 અને રિલાયન્સ પીપીનો શેર 10 ટકા વધીને 1394.55 પર બંધ થયો હતો.

સિલ્વર લેક પાર્ટનર્સ દ્વારા રિલાયન્સ રિટેલમાં રોકાણ
ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેક પાર્ટનર્સે બુધવારે રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણથી સિલ્વર લેકને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો મળશે. આ પહેલા સિલ્વર લેકે રિલાયન્સની ટેક કંપની જિયો પ્લેટફોર્મમાં પણ રોકાણ કર્યું હતું. કંપની અત્યાર સુધી રિલાયન્સ જિયોમાં 10200 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે.

ફ્યૂચર ગ્રુપ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ડીલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડીયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ફ્યૂચર ગ્રુપના રિટેલ એન્ડ હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ બિઝનેસનું અધિગ્રહણ કરવા જઇ રહી છે. તેનાથી રિલાયન્સ ફ્યૂચર ગ્રુપના બિગ બઝાર, ઇઝીડે અને FBBના 1800થી વધુ સ્ટોર્સ સુધી પહોંચી જશે. આ સ્ટોર્સ દેશના 420 શહેરોમાં ફેલાયેલા છે. આ ડીલ 24713 કરોડમાં ફાઇનલ થઇ છે.

ફેસબુકનું જિયોમાં રોકાણ
એપ્રિલમાં ફેસબુકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના જિયો પ્લેટફોર્મ લિમિટેડમાં 10 ટકા ભાગીદારી ખરીદવા માટે 5.7 બિલિયન ડોલર (41814 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. કંપની તેના ઓઇલ ટુ કેમિકલ વેપારમાં 20 ટકા ભાગીદારી વેચવા માટે સાઉદી અરામકો સાથે પણ વાતચીત કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના રિલાયન્સ રિટેલના વેપારમાં 40 ટકા ભાગ ખરીદવા માટે એમેઝોનને ઓફર આપી છે. જો આ ડીલ થાય તો રિલાયન્સ તેના રિટેલ સબસિડરીમાં 40 ટકા હિસ્સો એમેઝોનને આપી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો