તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

યુનિકોમર્સ દ્વારા રિપોર્ટ જારી:ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રીમાં સપ્ટેમ્બરે ત્રિમાસિકમાં ઓર્ડરો 31% વધ્યા

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં પણ ઝડપી ઈ-કોમર્સની માગ વધી

દેશની ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રીઝમાં સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રિમાસિક દરમિયાન ઓર્ડર 31 ટકા વધ્યા છે. સરેરાશ ઓર્ડર વેલ્યુમાં 5 ટકાનો ઘટાડો નોંધાતા ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યુ (જીએમવી) 24 ટકા વધી છે. ટોચની ઈ-કોમર્સ કંપની યુનિકોમર્સ દ્વારા જારી રિપોર્ટ અનુસાર, પર્સનલ કેર, હેલ્થ, અને ફાર્મા સેગમેન્ટમાં સૌથી વધુ ઓર્ડર પ્રાપ્ત થયા છે. ઓર્ડર વોલ્યુમમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ઈલેક્ટ્રોનિક્સ અને ફેશન સેગમેન્ટમાં ગ્રોથ નીચો જોવા મળ્યો હતો.

બ્રાન્ડની પોતાની વેબસાઈટ્સમાં સમાન ગાળા દરમિયાન માર્કેટ પ્લેસમાંથી 35 ટકા ગ્રોથ સામે 78 ટકા ગ્રોથ નોંધાયો છે. ઓનલાઈન માધ્યમોમાં કંપનીઓ રોકાણો વધારી રહી છે. તેમજ બિઝનેસ સંચાલનમાં સુધારો કરવા ટેક્નોલોજી સોલ્યુશન્સ અપનાવવાની સાથે ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. પરિણામે આગામી ત્રિમાસિકમાં ગ્રોથમાં સતત વૃદ્ધિ થવાનો આશાવાદ યુનિકોમર્સના સીઈઓ કપિલ મખીજાએ વ્યક્ત કર્યો છે.

ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં ઈ-કોમર્સની માગ વધી છે. પ્રાદેશિક બજારો અને સ્માર્ટફોનનો વપરાશ વધતાં ગામડાંઓમાં પણ ઓનલાઈન ખરીદીને વેગ મળ્યો છે. ટાયર-3 અને તેના કસબાઓમાં ઈ-કોમર્સ ગ્રોથ 90 ટકા નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ઈકોમર્સ ઈકોસિસ્ટમમાં રિટર્ન ઓર્ડર્સમાં ઘટાડો નોંધાયો છે. પ્રતિ ઓર્ડર પર રિટર્નનુ પ્રમાણ 22 ટકા સુધી ઘટ્યુ છે.

કોરોના મહામારી છતાં આ વર્ષે ઇ-કોમર્સ સેગમેન્ટમાં વેપારનો ટ્રેન્ડ જળવાઇ રહે તેવી ઓનલાઇન કંપનીઓને આશા છે. તહેવારો માટે અત્યારથી ડિસ્કાઉન્ટની ઓફર શરૂ કરી દીધી છે.

ફ્લિપકાર્ટ 17 બેન્કો,NBFC સાથે પાર્ટનરશિપ કરશે
વોલમાર્ટની માલિકી ધરાવતી ફ્લિપકાર્ટ આગામી તહેવારોની સિઝનમાં 17 બેન્કો, એનબીએફસી, અને ફિનટેક્ કંપનીઓ મારફત ક્રેડિટનો વિકલ્પ પૂરો પાડશે. ગ્રાહકો સરળતાથી ક્રેડિટની સુવિધા મેળવી શકશે. જેના માટે બેન્કો અને એનબીએફસી સાથે પાર્ટનરશિપ કરશે. ફ્લિપકાર્ટ 25 કરોડ પ્રોડક્ટ્સ ઓફર્સ પર વિભિન્ન રાજ્યો, વિસ્તારોના ગ્રાહકોને નવી ક્રેડિટ સુવિધા આપવાના હેતુ સાથે આ પહેલ હાથ ધરી છે. આ સુવિધાનો લાભ તેના 7 કરોડ ગ્રાહકો લઈ શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો