તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટ:કોરોના મહામારીમાં ઘરેલું બચત વધી GDPના 22.5 ટકા પહોંચી

મુંબઇ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે મોટા ભાગના લોકો ઘરની અંદર રહેવાની ફરજ પડી હતી જેના કારણે ઘરેલું બચતમાં ઝડપી વધારો થયો છે. જીડીપીના 22.5 ટકા ઘરેલું બચતમાં વધારો થયો હોવાનું અહેવાલમાં દર્શાવાયું છે. જે 2019માં 19.8 ટકા રહી હતી.

એપ્રિલ-જૂન સમયગાળામાં ઘરેલું બચત જીડીપીના 5..8 ટકાના નીચા સ્તરે આવી ગઈ હતી - જ્યારે સમગ્ર દેશમાં કડક લોકડાઉન હતું - અને મહામારીના લગભગ અડધા સ્તરે પહોંચ્યું હતું તેવો અહેવાલ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે દર્શાવ્યું છે. જો કે, ડિસેમ્બર ક્વાર્ટર સુધીમાં જીડીપીના 13.7 ટકાના વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતું.

આરબીઆઈના તાજેતરના અહેવાલ અનુસાર 2020 ના જૂન ક્વાર્ટરમાં ઘરેલુ નાણાંકીય બચત જીડીપીના વધીને 21.4 ટકા રહી છે જેસપ્ટેમ્બર ક્વાર્ટરમાં 10.4 ટકા હતી, જે અગાઉના સમયગાળામાં જીડીપીના 7-8 ટકા હતી. જોકે, કોરોનામાં ડિસેમ્બર ક્વાર્ટરમાં આ ઘટીને 8.4 ટકા થઈ ગઈ હતી. અગાઉના દાયકામાં જીડીપીના 10-12 ટકાની તુલનામાં, કુલ આર્થિક બચત ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપીના 13.2 ટકાના સ્તરે રહી છે જે વધારે છે. તેનાથી વિપરિત, નાણાકીય જવાબદારીઓ જીડીપીના 4.8 ટકા રહી છે.

બ્રોકરેજ હાઉસના મતે ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘરેલુ નાણાંકીય બચત વધુ ઘટીને જીડીપીના 8.4 ટકા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે નાણાકીય બચત વર્ષના છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં જીડીપીના 12.7 ટકા જેટલી હતી, જે પાછલા દાયકામાં 7-8 ટકા અને નાણાકીય વર્ષ 10 માં સર્વકાલિક ઉચ્ચતમ 12.1 ટકાની સામે વધી છે. મોટાભાગના વિકસિત દેશોની તુલનામાં, અહીં ઘરની બચતનો અંદાજ પરોક્ષ રીતે કરવામાં આવે છે.

પેન્શન, થાપણ, નાની બચતમાં ઘટાડો
આરબીઆઈનો અહેવાલ દર્શાવે છે કે કુલ નાણાકીય બચત જીડીપીના 13.2 ટકા થઈ છે, જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરમાં નાણાકીય જવાબદારીઓ જીડીપીના 4.8 ટકા જેટલી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરની તુલનામાં, પરિવારોએ કરન્સી અને રોકાણોમાં તેમની બચત વધારી હતી, પરંતુ થાપણો, પેન્શન અને નાની બચતના રૂપમાં બચત ઝડપથી ઘટી હતી. જ્યારે બેંકો પાસેથી વધુ લોકોએ લોન લીધી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં નોન-બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથેની તેમની જવાબદારીમાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો