તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Business
 • In Terms Of Earnings, Ambani Lags Behind, While Gautam Adani's Daily Earnings Are Rs 456 Crore

બિલ ગેટ્સથી આગળ નીકળ્યા અદાણી:​​​​​​​ કમાણીની બાબતમાં અંબાણી પાછળ રહ્યા, ગૌતમ અદાણીની દૈનિક કમાણી રૂપિયા 456 કરોડ

મુંબઈ8 મહિનો પહેલાલેખક: દિગ્વિજય સિંહ
 • કૉપી લિંક
 • વિશ્વના સૌથી શ્રીમંતોની યાદીમાં મુકેશ અંબાણી 11મા સ્થાન પર પહોંચ્યા
 • બ્લુમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી 40મા સ્થાન પર

મહામારીના આ સમયમાં દેશમાં દરરોજ સૌથી વધારે કમાણી કરનારી વ્યક્તિ ગૌતમ અદાણી છે. તેમણે દૈનિક કમાણીની દૃષ્ટિએ વિશ્વના અનેક દિગ્ગજ લોકોને પાછળ છોડી દીધા છે. એમાં રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી અને માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ સહિત અન્ય કેટલાક ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ પ્રમાણે વર્ષ 2020માં ગૌતમ અદાણીએ અત્યાર સુધીમાં દૈનિક રૂપિયા 456 કરોડની કમાણી કરી છે. આ યાદીમાં એલન મસ્ક મોખરાના સ્થાન પર છે. મસ્ક દરરોજ 2.12 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સૌથી આગળ એલન મસ્ક
ઈન્ડેક્સ પ્રમાણે જાન્યુઆરી, 2020થી 21 નવેમ્બર સુધી એલન મસ્કની સંપત્તિ રૂપિયા 69 લાખ કરોડ રૂપિયા વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં રૂપિયા 1.48 લાખ કરોડનો ઉમેરો થયો છે. મુકેશ અંબાણી અને બિલ ગેટ્સની સંપત્તિમાં પણ રૂપિયા 1થી 1.07 લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. વિશ્વના સૌથી શ્રીમંતોની યાદીમાં મુકેશ અંબાણી કુલ નેટવર્થ રૂપિયા 5.35 લાખ કરોડ સાથે 11માં સ્થાન પર આવી ગયા છે, તેઓ 8 ઓગસ્ટના રોજ ચોથા સ્થાન પર હતા. બીજી બાજુ ગૌતમ અદાણી આ ઈન્ડેક્સમાં 40મા સ્થાન પર છે.

નેટવર્થમાં સતત વધારો
કંપનીઓમાં પ્રમોટર્સની હિસ્સેદારી વધારે હોય છે, તો નફામાં પણ ભાગીદારી વધારે હોય છે. તેમા કંપનીના નફાથી પ્રમોટર્સ એટલે કે ઓનરની નેટવર્થ પણ વધે છે. આ દ્રષ્ટિએ ગૌતમ અદાણીની કંપનીઓએ શાનદાર નફાની કમાણી કરી છે.

અદાણીની નેટવર્થમાં સતત વધારો શા માટે?

 • બજારમાં અદાણી ગ્રુપની 6 કંપની લિસ્ટેડ છે. બીજા ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશનને બાદ કરતા અન્ય ચાર કંપનીએ સારા પ્રમાણમાં નફો રળ્યો છે. તેમા અદાણી ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી પોર્ટ અને અદાણી પાવરનો સમાવેશ થાય છે.
 • ગ્રુપ કંપનીના શેરોએ જાન્યુઆરીથી અત્યાર સુધી કિંમતમાં નોંધપાત્ર પ્રમાણમાં ઉછાળો નોંધાવ્યો છે. અદાણી ગ્રીનના શેર 550 ટકા સુધી વધ્યા છે. અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઈઝીસન શેરોમાં પણ શાનદાર તેજી જોવા મળી રહી છે.
 • ફોર્બ્સના મતે અદાણી ગ્રુપની આવક 13 અબજ ડોલર છે, જે ડિફેન્સ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન, એડિબલ ઓઈલ તથા રિયલ એસ્ટેટમાંથી આવે છે.

શા માટે અંબાણી પાછળ પડ્યા?

 • ગત વર્ષની તુલનામાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં RILનો નફો 15 ટકા ઘટયો છે.
 • 16 સપ્ટેમ્બરના રોજ RILના શેરની કિંમત રૂપિયા 2,324.55 હતી, જે 20 નવેમ્બરના રોજ 18 ટકા ઘટી 1,899.50 થઈ ગયો હતો.
 • NSE પર 45 દિવસમાં રિલાયન્સ ગ્રુપનું માર્કેટ કેપ પણ 15.68 લાખ કરોડ રૂપિયાથી 2.97 લાખ કરોડ ઘટી રૂપિયા 12.71 લાખ કરોડ થઈ ગયુ છે.
 • ફોર્બ્સના મતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક 88 અબજ ડોલર છે. કંપનીનો મુખ્ય કારોબાર પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ એન્ડ રિટેલ છે.

દેશના સૌથી શ્રીમંત અંબાણી સમક્ષ અદાણી ક્યાં છે-
બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સની છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે મુંકેશ અંબાણીની કુલ નેટવર્થ 5.35 લાખ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી શ્રીમંત અને વિશ્વના 11માં સૌથી શ્રીમંત વ્યક્તિ છે. ગૌતમ અદાણીની નેટવર્થ 2.32 લાખ કરોડ છે. વિશ્વના સૌથી શ્રીમંતોની યાદીમાં તેઓ 40માં સ્થાન પર છે.

કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન

 • રિલાયન્સ ગ્રુપ હેઠળની 6 કંપની શેરબજારમાં લિસ્ટેડ છે. તેમા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ડેન નેટવર્ક, હેથવે કેબલ, નેટવર્ક 18 મીડિયા નેટવર્ક, RIL ઈન્ડસ્ટ્રીઝ ઈન્ફ્રા, હેથવે ભવાની કેબલનો સમાવેશ થાય છે. BSE માં એકલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 12.84 લાખ કરોડ રૂપિયા છે.
 • RILમાં ઓઈલ, રિટેલ, જીયો અને પેટ્રોકેમિકલ સહિત અન્ય મુખ્ય કારોબારનો સમાવેશ થાય છે.
 • અદાણી ગ્રુપની કુલ 6 કંપની શેરબજારમાં લિસ્ટેડ છે. BSEમાં અદાણી ગ્રુપની આ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂપિયા 3.89 લાખ કરોડ છે. તેમા અદાણી ગ્રીનનું માર્કેટ કેપ 1.77 લાખ કરોડ છે.

અન્ય મુખ્ય કારોબાર

 • રિલાયન્સ ગ્રુપનો મુખ્ય કારોબાર એનર્જી ક્ષેત્ર છે. વર્ષ 2016માં કંપનીએ ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. વર્તમાન સમયમાં 35 ટકા હિસ્સેદારી સાથે માર્કેટ લીડર છે. આ ઉપરાંત RIL રિટેલ કારોબારમાં પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. તે અંતર્ગત તેણે ફ્યૂચર ગ્રુપના રિટેલ કારોબારને રૂપિયા 24 હજાર કરોડમાં હસ્તગત કર્યો છે. આ માટે CCI તરફથી મંજૂરી મળી ગઈ છે.
 • ગૌતમ અદાણીને પોર્ટ ટાયકૂન કહેવામાં આવે છે. અદાણી ગુજરાતના સૌથી મોટા અને દેશના સૌથી વ્યસ્ત મુંદ્રા પોર્ટનું સંચાલન કરે છે. આ સાથે કોલ માઈનિંગ અને અન્ય નેચરલ રિસોર્સિંસના ક્ષેત્રમાં અદાણીનો કારોબાર ફેલાયેલો છે. ગેસ અને વીજળી વિતરણ, થર્મલ પાવર, રિયલ એસ્ટેટ, ગ્રોસરી, એરપોર્ટ અને એડિબલ ઓઈલ સેગમેન્ટમાં પણ ગ્રુપ મોટી હિસ્સેદારી ધરાવે છે. દેશના સૌથી વ્યસ્ત મુંબઈ એરપોર્ટમાં 74 ટકા હિસ્સેદારી અદાણી પાસે છે.

અદાણી ગ્રુપનું ફોકસ

 • અદાણી ગ્રુપ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં ડેટા સેન્ટર માટે આગામી 20 વર્ષમાં 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે
 • અદાણી એન્ટરપ્રાઈઝીસ એરપોર્ટ બિઝનેસના વિસ્તરણમાં આગામી 5 વર્ષમાં રૂપિયા 50 હજાર કરોડનું રોકાણ કરશે.
 • આશરે એક દાયકા બાદ વર્ષ 2019માં અદાણી ગ્રુપને ઓસ્ટ્રેલિયાના 16 અબજ ડોલરના કોલ પ્રોજેક્ટમાં જીત મળી છે. તેનાથી વાર્ષિક 6 કરોડ ટન કોલસાનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
 • અદાણી ગ્રુપ કેરળના ત્રિવેન્દ્રમ ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિગ્રહણ પર કામ કરી રહ્યું છે. અત્યારે રાજ્ય સરકાર સાથે વિવાદને પગલે તે ખોરંભે પડ્યું છે.
 • અદાણી ગ્રીન એનર્જીએ આ વર્ષે જૂનમાં 6 અબજ ડોલર (44.50 હજાર કરોડ રૂપિયા)નો પાવર પ્રોજેક્ટ જાહેર કર્યો છે.

રિલાયન્સ ગ્રુપનું ફોકસ

 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ અમેરિકાની બ્રેકથ્રૂ એનર્જી વેન્ચર્સ લિમિટેડ II LP (BEV)માં 50 મિલિયન ડોલર એટલે કે 372 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. RILએ કહ્યું છે કે આ રોકાણને લઈ બન્ને કંપની વચ્ચે સમજૂતી થઈ છે. બ્રેકથ્રૂ એનર્જી ગ્રુપને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ લીડ કરે છે.
 • તાજેતરમાં CCI એ રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપની ડીલને મંજૂરી મળી ગઈ છે. તે અંતર્ગત રિલાયન્સ, ફ્યુચર ગ્રુપના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેર હાઉસિંગ કારોબારને હસ્તગત કરશે.
 • 25 સપ્ટેમ્બરથી 9 નવેમ્બર વચ્ચે RILએ રિટેલ વેન્ચરમાં 10 ટકા હિસ્સેદારી વેચીને રૂપિયા 47 હજાર કરોડથી વધારે ભંડોળ મેળવી લીધુ છે.