અર્થતંત્ર:ધનિક દેશોમાં વેતન સાથે મોંઘવારી પણ વધી રહી છે

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારીએ કંપનીઓની આવકમાં કામદારોની ભાગીદારી વધારી

ધનિક દેશોમાં સામાન્ય રીતે વેતન અને મોંઘવારી ધીમે-ધીમે વધારી છે. 2007-08ના વૈશ્વિક આર્થિક સંકટ પછી મોંઘવારી રિઝર્વ બેન્કોના લક્ષ્યથી બહુ ઓછી વધી હતી. વેતન પણ વધ્યા ન હતા.

અમેરિકામાં 2015થી 2019 વચ્ચે સરેરાશ વેતનમાં 2.9 %નો જ્યારે મોંઘવારી 2%થી ઓછી હતી. મહામારીએ મોટું પરિવર્તન લાવી દીધું છે. અમેરિકામાં પ્રતિ કલાક વેતન આ વર્ષે 4.6% વધ્યું છે, પરંતુ મોંઘવારીમાં થયેલા 5.4% વધારાએ તેના ફાયદા પર પાણી ફેરવી દીધું છે. જર્મનીમાં મોંઘવારીમાં 4.1%નો વધારો થયો છે.

ભાવ વધવાના કારણો સ્પષ્ટ છે. વસ્તુઓની જબરદસ્ત માગે સપ્લાયની સમસ્યા પેદા કરી છે. તેમ છતાં વેતન વધવાનું કારણ રહસ્યમય છે. મોટાભાગના દેશોમાં રોજગાર મહામારીથી અગાઉની સરખામણીએ ઓછા છે. વાઈરસના ભય અને સરકારોની મદદ કામદારોને આળસુ બનાવી દીધા છે. વેતન ન વધવાના કારણો સ્પષ્ટ ન હોવાથી રિઝર્વ બેન્કો માટે પણ મુશ્કેલી પેદા થઈ છે.

જોકે, મોટાભાગનાનું માનવું છે કે, મોંઘવારી અસ્થાયી છે. જોકે, વધુ વેતનથી ભાવ વધી શકે છે. રહેણી-કરણીનો ખર્ચ વધશે. જોકે, અમેરિકા, બ્રિટનમાં સરકારી મદદના કાર્યક્રમ બંધ થવાથી ઓછી માગ ધરાવતા લોકોની સંખ્યા વધવાના કોઈ સંકેત મળ્યા નથી. બે્નકના ખાતામાં પૈસા ઓછા હોવા છતાં 2022માં વેતન વૃદ્ધિની ગતિ ધીમી હોઈ શકે છે.

વર્ષો પછી પરિવર્તન
તાજેતરનો રિસર્ચ જણાવે છે કે, છેલ્લા કેટલાક દાયકામાં ધનિક દેશોમાં કંપનીઓની સંપત્તિ અને ભાવમાં કામદારોની ભાગીદારી લગભગ સ્થિર છે. આ મહામારી દરમિયાન મોટા સમૃદ્ધ દેશોમાં એક ટકા વધ્યું છે. અમેરિકામાં મહામારી પછી પ્રતિ કામદાર ઉત્પાદકતા વધી છે.

અન્ય સમાચારો પણ છે...