તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લાના ફાઉન્ડર અને સીઈઓ ઇલોન મસ્ક ટિ્વટ કરીને પણ સમાચારોમાં ચમકતા હોય છે. હાલમાં જ મસ્કે એક ટિ્વટ કરતા જ અમેરિકન શેરબજારની કેટલીક અજાણી કંપનીઓના શેરના ભાવ આસમાને પહોંચી ગયા હતા. જોકે, ક્યારેક મસ્ક ટિ્વટ કરીને અજાણતા જ પોતાના પગ પર પણ કુડાહી મારી દે છે.
સોમવારે પણ કંઈક આવું જ થયું. મસ્કે એક ટિ્વટ કરી કે, ‘બિટકોઈન અને ઈથરની કિંમત વધુ છે.’ આ ટિ્વટથી બિટકોઈનના ભાવ 17%થી વધુ ઘટી ગયા અને આ ઘટાડો હજુ પણ ચાલુ છે. એટલું જ નહીં, તેમની કંપની ટેસ્લાના શેરમાં પણ કડાકો બોલી ગયો. આ સાથે જ મસ્કની સંપત્તિમાં પણ 15 અબજ ડૉલર એટલે કે રૂ. 1.09 લાખ કરોડનો ઘટાડો નોંધાયો. તેથી તેઓ એક જ દિવસમાં દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિનો તાજ ગુમાવીને બીજા નંબરે આવી ગયા.
મસ્કે થોડા દિવસ પહેલાં જ ક્રિપ્ટોકરન્સી બિટકોઈનનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ટેસ્લાએ પણ બિટકોઈનમાં રૂ. 10 હજાર કરોડનું રોકાણ કર્યું છે. આ ટિ્વટ પછી બિટકોઈનના ભાવ ઑલ ટાઈમ હાઈ પહોંચ્યા હતા, પરંતુ બે અઠવાડિયાંમાં જ મસ્કે બિટકોઈનના ભાવ વધુ પડતા હોવાનું કહેતા તેમાં કડાકો બોલી ગયો.
મસ્કની સંપત્તિ ઘટતાં જેફ બેઝોસ ફરી દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ...
ઇલોન મસ્કની સંપત્તિ ઘટતાં જ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ ફરી એકવાર દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા. મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં છેલ્લા લગભગ એક વર્ષમાં 794%નો વધારો થયો છે. જાન્યુઆરીની શરૂઆતમાં જ ટેસ્લાના શેર 25% વધ્યા હતા. મસ્ક બેઝોસથી આગળ નીકળી ગયા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.