હંગામી ભરતી:તહેવારોની સિઝનમાં હંગામી કર્મચારીઓની માગ વધી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામદારોની ભરતી પ્રક્રિયા અને પગાર વધ્યાં

તહેવારોની સિઝનમાં માગ વધતાં મોટાભાગના તમામ સેક્ટર્સમાં હંગામી કર્મચારીઓની ભરતી વધી છે. ગ્રાહકોના પોઝિટીવ સેન્ટિમેન્ટ વચ્ચે વધતી માગને પહોંચી વળવાં હંગામી ધોરણે કર્મચારીઓની માગ ત્રીજા ત્રિમાસિકમાં 400 ટકા વધી છે.

વેપાર-ધંધાઓ 100 ટકા ક્ષમતા સાથે કામ કરી રહ્યાં છે ત્યારે બીજા ત્રિમાસિકમાં હંગામી ધોરણે ભરતી પ્રક્રિયા વધી હોવાનો ક્યુસ કોર્પની પેટા ટાસ્ક્મોના કો-ફાઉન્ડર પ્રશાંત જાનદ્રીએ જણાવ્યું હતું. મહામારીની અસરમાંથી રિકવર થતાં વેપાર-ધંધા ઝડપી ભરતી પ્રક્રિયા હાથ ધરી તહેવારોની સિઝનમાં ગ્રોથનો ભાગ બનવા માગે છે.

જેથી હંગામી અને ટૂંકાગાળા માટે કર્મચારીઓની માગ વધી છે. એડ્યુટેક્., ફિનટેક્., મોબિલિટી, ઈ-કોમર્સ, ફૂડટેક્ અને રિટેલ સહિત સેક્ટર્સમાં કામચલાઉ કર્મચારીઓની માગ વધી છે. જેમાં બિઝનેસ ડેવલોપમેન્ટ, સેલ્સ- માર્કેટિંગ, ઓનબોર્ડિંગ, ઓડિટિંગ, રિટેલ અને વેરહાઉસ ઓપરેશન્સ જેવી ભૂમિકા માટે કર્મચારીઓની ટૂંકાગાળા માટે ભરતી થઈ રહી છે.

મહારાષ્ટ્ર, તેલંગાણાં, તમિલનાડું, કર્ણાટકમાં બ્લ્યૂ કોલર વર્કર્સની માગ 50 ટકા વધી છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા, પુણે, લખનઉમાં હંગામી કામદારોની ભરતી થઈ રહી છે. કામનું ભારણ વધતાં કામદારો 25થી 30 ટકા વધુ પગાર મેળવશે.

સેગમેન્ટમાં કર્મચારી માગ ઝડપી વધી
કોવિડ-19માંથી રિકવર થતી કંપનીઓમાં કસ્ટમર સપોર્ટ, ટેલે-સેલ્સ, ઓનબોર્ડિંગ પાર્ટનર્સ, ઓડિટિંગ, પેકિંગ, કસ્ટમર સર્વિસ, લોડર-અનલોડર, સેમ્પલર્સ, ડિલિવરી બોય, મર્ચેન્ડાઈઝ સેગમેન્ટમાં કામચલાઉ કર્મચારીઓની માગ વધી છે. લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, ટેક્નોલોજી, સપોર્ટ સર્વિસિઝ સપ્લાય ચેઈન, રિટેલ, હેલ્થકેર, હોમ સર્વિસ, ફિનટેક.માં પણ માગ વધી છે.

કામચલાઉ કર્મચારીને દોઢ ગણો પગાર
કંપનીઓ હંગામી કર્મચારીઓને 1.25ગણાથી દોઢ ગણો પગાર વધુ આપી રહી છે. વધતી માગ વચ્ચે શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાં આ સેગમેન્ટમાં તહેવારોની સિઝનમાં 1 લાખ નોકરીઓનું સર્જન થવાનો આશાવાદ છે. કંપનીઓ દ્વારા આ ત્રિમાસિકમાં ભરતી પ્રક્રિયા દોઢ વર્ષની ટોચે પહોંચવાનો આશાવાદ છે. હંગામી કર્મચારીઓ સિઝનમાં માસિક સરેરાશ કરતાં 40થી 50 ટકા વધુ કમાણી કરશે.

ઈ-કોમર્સ સેગમેન્ટમાં ભરતી 50 ટકા વધી
કોવિડ બાદ ગ્રાહકો ઓનલાઈન ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યાં હોવાથી ઈ-કોમર્સ સેગમેન્ટમાં નોકરીઓ 50 ટકા વધી છે. જ્યારે ઈ-ફાર્મા અને લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં 30થી 40 ટકા તથા ફૂડ ડિલિવરીમાં 50 ટકા ભરતી વધી છે. બ્લ્યૂ કોલર સેગમેન્ટમાં 70 ટકા નોકરીઓ અને વ્હાઈટ કોલરમાં 30 ટકા નોકરીઓ સર્જાશે. ઈ-કોમર્સ અપ્રત્યક્ષ રોજગારી આપી રહી છે. વ્હાઈટ કોલરની તુલનાએ બ્લ્યૂ કોલર કામચલાઉ કર્મચારીઓની માગમાં વૃદ્ધિ જોવા મળી છે.અન્ય સમાચારો પણ છે...