તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • In Commercial, 7400 Rental Agreements Will Be Completed In 6 Major Cities Of The Country Including Mumbai, Bengaluru, Noida, Gurugram.

ભાસ્કર ખાસ:કોમર્શિયલમાં મુંબઈ, બેંગ્લુરુ, નોઈડા, ગુરુગ્રામ સહિત દેશનાં 6 મોટાં શહેરોમાં 7400 ભાડા કરાર પૂર્ણ થશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિયલ એસ્ટેટ: ઓછાં ભાડાંનો દોર ચાલી રહ્યો હતો. હવે તેમાં ભાડામાં વધારો થવાની અપેક્ષા
  • 9 કરોડ વર્ગફૂટ ઓફિસની લીઝ થશે રિન્યૂ, વધુ રેટ મળશે

દેશમાં આ વર્ષે રેકોર્ડ 9 કરોડ વર્ગફૂટ ઓફિસ સ્પેસ સાથે સંકળાયેલા 7400 ભાડાપટ્ટાના કરાર પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ કરાર એવા સમયે પૂર્ણ થઈ રહ્યા હતા, જ્યારે ઓછા ભાડાનો દોર ચાલી રહ્યો હતો. હવે તેમાં ભાડામાં વધારો થવાની અપેક્ષા છે. દેશમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.

એનારોકના રિપોર્ટ અનુસાર, દેશના 6 કોમર્શિયલ રિયલ એસ્ટેટ હબ બેંગ્લુરૂ, મુંબઈ, પુણે, ચેન્નઈ, ગુરૂગ્રામ અને નોઈડામાં આશરે 9 કરોડ વર્ગફૂટની પ્રોપર્ટીના 7400થી વધુ લીઝ એગ્રીમેન્ટ આ વર્ષે રિન્યુ થશે. જેના માલિકોને હવે વધુ ભાડુ મળવાની આશા છે. આ રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, આ વર્ષે 2022 અને 2023ની તુલનાએ વધુ ભાડા કરાર એક્સપાયર થશે. આ વર્ષે 9 કરોડ વર્ગફૂટ અને ત્યારબાદ 2022માં 7.8 કરોડ વર્ગફૂટ, અને 2023માં 5.5 કરોડ વર્ગફૂટની પ્રોપર્ટીના ભાડાકરાર પૂર્ણ થવાના છે.

કોરોના મહામારીની બીજી લહેરમાં મુંબઈમાં રિયલ એસ્ટેટની માગ નરમ થઈ છે. આગામી સમયમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી વધારો થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. હોમલોનના સતત ઘટી રહેલા દરના કારણે સેક્ટરને પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જોકે, અત્યારે મોટા ભાગના રાજ્યોમાં આંશિક લોકડાઉન હોવાથી નવા પ્રોજેક્ટ 2-3 માસ લેઇટ થશે તેવું પણ અનુમાન છે જેના કારણે તૈયાર હાઉસિંગ સેગમેન્ટમાં ઝડપી માગ રહેશે.

આ વર્ષે કોમર્શિયલ પ્રોપર્ટીનું ભાડું વધશે
આઈટી સેક્ટરમાં સતત ભરતીનુ પ્રમાણ વધ્યુ છે, મહામારી બાદ નવા કર્મચારીઓને ઓફિસની જરૂરિયાત ઉભી થશે. મુંબઈમાં સૌથી વધુ પ્રોપર્ટી લીઝ રિન્યુ થવાની છે, જ્યાં કોવિડના નવા કેસો વધવાની ગતિ મંદ થઈ છે. મહામારીની બીજી લહેર અંકુશમાં આવ્યા બાદ અનેક સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમનુ કલ્ચર ખતમ થશે.

આઇટી સેક્ટરમાં લીઝ પર પ્રોપર્ટીની માગ વધવાની શક્યતા, પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળે
દેશમાં કોરોના મહામારી શરૂ થયા બાદ ઓફિસ સ્પેસ માર્કેટ તણાવમાં છે. જો કે, સારી વાત આ છે કે, આઈટી, અને તે સંબંધિત સેક્ટર્સમાં ગતવર્ષે મોટાપાયે ભરતી થઈ હતી. આ વર્ષે પણ આ સેક્ટરની કંપનીઓમાં નવા કર્મચારીઓ જોડાવાની શક્યતા છે. જેથી આ કંપનીઓ નિશ્ચિત રૂપે લીઝ રિન્યૂ કરશે > પ્રશાંત ઠાકુર, ડીરેક્ટર-હેડ (રિસર્ચ), એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ

અન્ય સમાચારો પણ છે...