મજબૂત રિકવરી:દેશનાં 8 શહેરોમાં મકાનોની કિંમત પાંચ ટકા સુધી વધી

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇનપૂટ ખર્ચ-માગના કારણે કિંમતમાં ઝડપી વધારો થયો

દેશમાં ચાલુ વર્ષના પહેલા 9 મહિના દરમિયાન ઇનપુટ ખર્ચ તેમજ માંગમાં મજબૂત રિકવરીને કારણે દેશના પ્રમુખ આઠ શહેરમાં મિલકતોની સરેરાશ કિંમતો 5 ટકા વધી છે. બ્રોકરેજ ફર્મ પ્રોપટાઇગર અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે દેશના આઠ શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની સ્કવેર ફુટ દીઠ કિંમતો રૂ.6,600-6,800 નોંધાઇ છે, જે ગત વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન સ્ક્વેર ફુટ કિંમત રૂ. 6,300-6,500 હતી.

ઓસ્ટ્રેલિયાના REA ગ્રુપ અને યુએસ સ્થિત ન્યૂઝ કોર્પનો ભાગ REA ઇન્ડિયા ભારતમાં ત્રણ રિયલ એસ્ટેટ પોર્ટલ - હાઉસિંગ ડોટ કોમ, પ્રોપ ટાઇગર અને મકાન ડોટ કોમની માલિકી ધરાવે છે. કંપનીના ગ્રુપ CFO વિકાસ વાધવાને જણાવ્યું હતું કે પ્રાઇમરી હાઉસિંગ માર્કેટમાં કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને સીમેન્ટ તેમજ સ્ટીલ જેવા કાચા માલની કિંમતોમાં વધારાને કારણે પ્રોપર્ટીની કિંમતોમાં પણ વધારો થયો છે. ઇનપુટ ખર્ચમાં વધારા ઉપરાંત કોવિડ-19 બાદ માંગમાં મજબૂત રિકવરીને પગલે કિંમતો પર પણ દબાણ જોવા મળ્યું છે. હોમ લોનના વ્યાજદરોમાં 2 ટકા સુધીના વધારા છતાં માગ વૃદ્ધિ જળવાઇ રહી છે.

હૈદરાબાદ, કોલકાતામાં પણ પ્રોપર્ટીની કિંમતો વધી
દિલ્હી, ચેન્નાઇ, અમદાવાદ ઉપરાંત હૈદરાબાદ તેમજ કોલકાતામાં પણ કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. હૈદરાબાદમાં મકાનોની કિંમતો અગાઉના રૂ.5,900-6,100થી 4 ટકા વધીને રૂ. 6,100-6,300 થઇ છે. જ્યારે કોલકાતામાં કિંમતો 3 ટકાના વધારા સાથે રૂ.4,400-4,600 રહી છે. મહારાષ્ટ્રના મુંબઇમાં 3 ટકા કિંમતો ઉછળીને સ્ક્વેર ફુટ દીઠ રૂ. 9,900-10,100 નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...