5-જી સ્પેક્ટ્રમ માટેના ઓક્શનમાં રિલાયન્સ જિઓએ 24,740 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ 88,078 કરોડ રૂપિયામાં ખરીદી છે. જીઓએ વિવિધ બેન્ડ્સમાં સ્પેક્ટ્રમ મેળવી છે. જેમાં પ્રતિષ્ઠિત 700 મેગાહર્ટઝ બેન્ડ પણ સામેલ છે, જે 6-10 કિમી સિગ્નલ રેન્જ આપી શકે છે. દેશના દરેક વિસ્તારમાં સારી 5-જી સેવા માટેનો આ આધાર બની શકે છે.
700 મેગાહર્ટઝના ઉપયોગ બદલ એક ટાવર વધુ વિસ્તારને કવર કરી શકે છે. સરકારે આ વર્ષે 10 બેન્ડમાં 4.3 લાખ કરોડ રૂપિયાની સ્પેક્ટ્રમ ઓક્સન માટે રજુ કરી હતી. ઓક્શન ગત 26 જુલાઇએ શરૂ થયું હતું.
એરટેલે 5 બેન્ડમાં 43,084 કરોડમાં સ્પેક્ટ્રમ ખરીદી
સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલે 5 બેન્ડમાં 18,867.8 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ 43,084 કરોજમાં ખરીદી છે. વોડાફોન આઇડિયાએ 6228 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ 18,784 કરોડ રૂપિયામાં ખરીદી છે. અદાણી જૂથે 26 ગીગાહર્ટઝ બેન્ડમાં 400 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ 212 કરોડ રૂપિયામાં ખરીદી છે. અદાણીએ ગુજરાત, મુંબઈ, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં એન્ડ ટૂ એન્ડ પ્રાઇવેટ નેટવર્ક સ્થાપિત કરવા માટે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.