ભાસ્કર એનાલિસિસ:5 વર્ષમાં સરકારી બેન્કોમાં સ્ટાફ 50 હજાર ઘટ્યો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી તરફ ખાનગી બેન્કોના સ્ટાફમાં 1.13 લાખનો વધારો નોંધાયો

દેશના બેન્કિંગ સેક્ટરમાં રોજગારી મુદ્દે નવી તસવીર સામે આવી છે. છેલ્લા 5 વર્ષમાં સરકારી બેન્કોના કર્મચારીઓ 50 હજારથી વધુ ઘટ્યા છે જ્યારે આ ગાળામાં ખાનગી બેન્કોના કર્મચારીઓમાં 1.13 લાખનો વધારો થયો છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંગઠનના રિપોર્ટ મુજબ 2018માં 21 સરકારી બેન્કમાં કુલ 8.44 લાખ કર્મચારી હતા, જે 2022માં ઘટીને 7.94 લાખ થયા.

આ દરમિયાન દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇમાં સૌથી વધુ 19,791 કર્મચારી ઘટ્યા. તેમની કુલ સંખ્યા 2.64 લાખથી ઘટીને 2.44 લાખ થઇ. 2018માં 21 પ્રાઇવેટ બેન્કમાં 4.20 લાખ કર્મચારી હતા જ્યારે 2021માં તેમની સંખ્યા વધીને 5.34 લાખ થઇ ગઇ. 2022ના આંકડા અમુક જ બેન્કોએ આપ્યા છે.

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એચડીએફસી બેન્કમાં કર્મચારીઓની સંખ્યા આ દરમિયાન અંદાજે 21 હજાર અને એક્સિસ બેન્કમાં 7.5 હજાર વધી છે. વોઇસ ઓફ બેન્કિંગના ફાઉન્ડર અશ્વિની રાણાએ જણાવ્યું કે સરકારી બેન્કોના ખાનગીકરણ અને આઉટસોર્સિંગથી આવનારા સમયમાં કર્મચારીઓ હજુ ઘટી શકે છે. બેન્કિંગ સેવાઓમાં ઑટોમેશન,ટેકનોલોજીને કારણે પણ સ્ટાફમાં ઘટાડો થયો છે.

કારણ- મર્જરને કારણે બ્રાન્ચ ઘટતા કર્મચારીઓ ઘટ્યા
1 બેન્ક મર્જર: કેન્દ્ર સરાકેર અડધો ડઝન બેન્કોનું મર્જર કરી દેતા મર્જ થયેલી બેન્કની કોઇ બ્રાન્ચની નજીકમાં હોય તેવી બ્રાન્ચો બંધ કરી દેવાઇ. બ્રાન્ચ ઘટતા કર્મચારીઓ પણ ઘટ્યા.

2 આઉટસોર્સિંગ: બેન્કો ખર્ચ ઘટાડવા હવે આઉટસોર્સિંગ કરે છે. સિક્યોરિટી ગાર્ડ, સફાઇકર્મી અને ચોથા વર્ગના કર્મચારી આઉટસોર્સ કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...