• Gujarati News
  • Business
  • Govt Reduces Import Duty On Edible Oil By 5% To 12.5%, Will Make Domestic Edible Oil Cheaper

ખાદ્ય તેલની કિંમતમાં લોકોને રાહત મળશે:સરકારે ખાદ્યતેલ પરની ઈમ્પોર્ટ ડ્યુટી પાંચ ટકા ઘટાડી 12.5 ટકા કરી, ઘરઆંગણે ખાદ્ય તેલ સસ્તા થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસવીર)

દેશમાં વધી રહેલી મોંઘવારીને અંકૂશમાં લેવા માટે સરકાર સતત પગલા ભરી રહી છે. સરકારે મોંઘવારીમાં લોકોના રસોડાનું બજેટ ખોરવાય નહીં તે માટે કાળજી રાખવાનો પ્રયત્ન કરી રહી છે. આ પગલાંના ભાગરૂપે સરકારે વધુ એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 17.5 ટકાથી ઘટાડી 12.5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ડિસેમ્બર,2022 સુધી સરકારે વ્યાપારીઓને લાઈસન્સ વગર રિફાઈન્ડ પામ તેલની આયાત કરવાની પણ મંજૂરી આપી છે.

સરકારે જણાવ્યું છે કે આ પગલાથી ઘરેલુ પુરવઠામાં વધારો થશે અને તે સાથે ઘરઆંગણે પણ ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડો થશે.સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)ના કાર્યકારી વડા બીવી મહેતાએ જણાવ્યું હતું કે ફ્રી ઈમ્પોર્ટની મુદત વધારવા નિર્ણયથી ઘર આંગણે તેલના પુરવઠા પર અસર થસે. તેમણે જણાવ્યું કે સરકારે વધતા ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. SEAના મતે ભારતમાં ખાદ્ય તેલનો વપરાશ 22થી 22.5 મિલિયન ટન છે.

નાણાં મંત્રી નિર્મલા સીતામણે લોકસભામાં જણાવ્યું હતું કે ખાદ્ય તેલની કિંમત તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સમસ્યાને જોતા તથા કિંમતોને નિયંત્રણમાં લેવા સરકારે આ વર્ષે અનેક વખત રિફાઈન્ડ અને કાચા એમ બન્ને પ્રકારના તેલ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે.