ડેરી ક્ષેત્રમાં સુધારો:ડેરી ઇન્ડ.માં ઓર્ગેનાઇઝ્ડ ક્ષેત્રને અસર, ગ્રોથ ઘટી 15 ટકા રહી શકે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેરી પ્રોડક્ટ પર GSTઅમલી બનતા અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરને વેગ મળશે

ગુજરાતમાં એગ્રીકલ્ચર ક્ષેત્રની સાથે સાથે પા પા પગલી ભરતા પશુપાલન વ્યવસાય કોરોના મહામારી બાદ ઝડપભેર વિકસીત થયુ હતું. ડેરી ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ કોરોના બાદ સરેરાશ 17-20 ટકાના દરે વધ્યો હતો એટલું જ નહીં સેક્ટર અનઓર્ગેનાઇઝ્ડમાંથી ઓર્ગેનાઇઝ્ડ સેક્ટર તરફ પ્રયાણ કરતુ હતું પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા અમલી બનાવાતા જીએસટીના કારણે ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના ગ્રોથને અસર કરશે તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં નફાના માર્જિન દબાણ હેઠળ આવી શકે છે તેવો નિર્દેશ નિષ્ણાતોએ રજૂ કર્યો છે. સરકાર દ્વારા જીએસટી અમલી કરતા ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ સરેરાશ 2-3 ટકા ઘટી 15 ટકા સુધી પહોંચી શકે તેવું અનુમાન છે.

ગુજરાતનું ડેરી અને ડેરી પ્રોડક્ટનું માર્કેટ 50000 કરોડથી વધુ છે અને દેશમાં પાંચમા ક્રમે રહેલું છે. આ સેક્ટરમાં ટેક્નોલોજીની મદદથી ઉત્પાદન વૃદ્ધિ અને ગુણવત્તામાં સતત સુધારો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા આગામી 2024-25 સુધીમાં માર્કેટ વધી એક લાખ કરોડને આંબી જાય તેવા સંકેતો છે. ગુજરાતમાં 280 લાખ લિટર દૈનિક દૂધના ઉત્પાદન વચ્ચે પશુપાલકોનું દૂધ એકત્રિત કરતા દૂધ સંઘો રોજનું 250 લાખ લિટર દૂધ એકત્ર કરે છે.

અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરને વેગ મળશે
ડેરી પ્રોડક્ટ પર જીએસટી અમલી બનવાના કારણે ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરને અસરકર્તા સાબીત થશે તેની સામે અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરને ફરી વેગ મળશે. વન નેશન વન ટેક્સના અમલની વાત હતી પરંતુ સેક્ટર પર આડકતરા અનેક ટેક્સ લાગુ પડે છે જેના કારણે નફાના માર્જિન દબાણ હેઠળ રહેશે. એગ્રી કલ્ચર સાથે જોડાયેલ વ્યવસાય હોવાથી આ સેક્ટરને રાહત આપવી જરૂરી છે. > ભુપત સુખડીયા, સીએમડી, વાસ્તુ ડેરી, ગુજરાત

જીએસટીના કારણે વેચાણને અસર નહીં
ડેરી પ્રોડક્ટ પર ભલે જીએસટીનો અમલ કરવામાં આવ્યો પરંતુ આ જીવન જરૂરીયાતની વસ્તુ છે જેના કારણે તેના વેચાણ પર અસર પડે તેમ નથી. દૈનિક ધોરણે દૂધ, દહિં, છાસ તથા અન્ય ડેરી પ્રોડક્ટની માગ ઝડપભેર વધી રહી છે. > માનસિંહ પટેલ ,ચેરમેન, સુમુલ ડેરી (સુરત કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ

અન્ય સમાચારો પણ છે...