તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકારાત્મક અસર:પ્રસ્તાવિત ઈ-કોમર્સ નિયમોની MSME, નોકરીઓ પર અસર

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્રારા બોગસ ડિસ્કાઉન્ટ અને વેચાણો પર અકુંશ લાદતાં પ્રસ્તાવિત ઈ-કોમર્સ નિયમો નોકરીઓ પર નકારાત્મક અસર કરી શકે છે. તેમજ છેલ્લા ઘણા વર્ષથી વિભિન્ન ડિજિટલ પ્લેટફોર્મ દ્રારા સંચાલિત એમએસએમઈને પણ નુકસાન થવાની ભીતિ અમુક રાજ્યોમાં વ્યક્ત થઈ છે.

આ રાજ્યની સરકારો કન્ઝ્યુમર પ્રોટેક્શન નિયમો,2020માં કોઈપણ ફેરફાર ઈકોનોમિક ગ્રોથ એન્જિન, રેવન્યુ કલેક્શનમાં રોડા સમાન બને નહિં તેની ખાતરી આપતો પ્લાન તૈયાર કર્યો છે. જો કે, તેમની ભલામણો પ્રસ્તાવિત નિયમોને આધિન નથી, જેથી એકંદરે કન્ઝ્યુમર પ્રોટેક્શન ફ્રેમવર્કને નુકસાન થશે.

કૃષિ અને તે સંબંધિત સેક્ટર, વણકર, કારીગરો સહિત લાખો સ્વ રોજગારો અને એમએસએમઈ, નોકરીઓની સુરક્ષા માટે આ સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...