હવે હાંક્યે રાખો:લિથિયમની કિંમત ઘટતાં ઇલે. વાહનો વધુ સસ્તા થશે

બીજિંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે

વર્ષ 2023માં લિથિયમની કિંમત ઘટશે. તેનાથી ઇલેક્ટ્રિક વાહનોનો (EV) મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઘટશે, જેને કારણે તેની કિંમત પણ કેટલાક અંશે ઘટવાની શક્યતા છે. લીથિયમ એક મહત્વપૂર્ણ બેટરી મેટલ છે. નવેમ્બરના મધ્યમાં તેની કિંમત ટનદીઠ $86,173 (રૂ.71.37 લાખ)ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. ગુરુવારે સતત પાંચમાં દિવસે તેમાં ઘટાડો થયો હતો અને કિંમત અંદાજે ટનદીઠ રૂ.62 લાખ રહી હતી.

લિથિયમ સપ્લાયર સિનોમાઇન રિસોર્સ ગ્રુપના ચેરમેન વાંગ પિંગવેઇએ કહ્યું કે, બે વર્ષથી લિથિયમની કિંમતોમાં રેકોર્ડ બ્રેક તેજીનું વલણ હતું. માર્જીન સારું હોવાથી લિથિયમનું માઇનિંગ તેમજ સપ્લાય વધી છે. પરિણામે કિંમતો ઘટવા લાગી છે. નવા વર્ષમાં લિથિયમની કિંમત અંદાજે એક ચતુર્થાંશ વધુ ઘટીને ટનદીઠ રૂ.47 લાખની આસપાસ પહોંચી શકે છે.

વાંગની કંપની ઝિમ્બાબ્વે અને કેનેડામાં માઇનિંગ કરે છે. આ વર્ષે અંદાજે એક દાયકામાં પહેલી વાર ઇવી બેટરીની કિંમતો ઘટી છે. ઇવીના વધતા ટ્રેન્ડને કારણે લિથિયમની માંગ સપ્લાયથી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...