તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • IIP Fell 10.40 Per Cent In July, Broadly Impacted Industrial Sector Growth Due To Corona lockdown

અર્થતંત્ર પર કોરોનાનો કહેર:IIP જુલાઈ મહિનામાં 10.40 ટકા ગગડ્યો, કોરોના-લોકડાઉનને લીધે ઔદ્યોગિક સેક્ટરની વૃદ્ધિને વ્યાપક અસર, મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ સેક્ટરમાં બે આંકડામાં ઘટાડો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ જૂન અને એપ્રિલ,2020માં IIPમાં અનુક્રમે 33.9 ટકા અને 57.6 ટકા ઘટાડો થયો

ભારતના ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં જુલાઈ મહિના દરમિયાન ઘટાડો નોંધાયો છે. આ સાથે સતત પાંચમા મહિના દરમિયાન IIPમાં પીછેહઠ જોવા મળી છે. દેશમાં કોરોના મહામારીના ફેલાવાને અટકાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારથી દેશમાં ઔદ્યોગિક મોરચે કામકાજમાં સ્થગિતતા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. કોરોનાને લીધે દેશમાં લોકડાઉન લાદવાની ફરજ પડી તેને લીધે ઉત્પાદન સેક્ટરમાં હજુ પણ મુશ્કેલ ચઢાણ જોવા મળી રહ્યા છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) જુલાઈ મહિનામાં 10.40 ટકા ઘટાડો થયો છે. જૂન મહિનામાં 33.90 ટકા અને એપ્રિલ મહિનામાં 57.60 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. જોકે જૂન અને એપ્રિલ મહિનાના આંકડાઓની તુલનામાં જુલાઈ મહિનામાં ઘટાડાની આ ઝડપ ધીમી રહી છે.

જુલાઈ મહિનામાં ખાણ સેક્ટરમાં કામગીરી 13 ટકા જ્યારે મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રીસિટી ઉત્પાદન ક્ષેત્રે અનુક્રમે 11.10 ટકા અને 2.50 ટકા જેટલું સંકોચન થયું છે. સ્ટેટીસ્ટીક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન (MOSPI)એ આજે જણાવ્યું હતું કે મહામારીના સમય ગાળાના મહિનાઓ સાથે IIPના આ આંકડાની તુલના કરવી તે યોગ્ય નથી. લોકડાઉનના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા બાદ ઔદ્યોગિક મોરચે કામગીરી પુનઃશરૂ થઈ રહી છે જુલાઈ,2020ના મહિના માટેનો ઈન્ડેક્સ 118.10 રહ્યો છે,જે એપ્રિલ, મે અને જૂન,2020માં અનુક્રમે 54.0, 89.50, અને 108.90 રહ્યા હતા. કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરને પણ વ્યાપક અસર થઈ છે અને જુલાઈ મહિનામાં આ સેક્ટરની વૃદ્ધિમાં અનુક્રમે 22.80 ટકા અને 23.60 ટકા ઘટાડો થયો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો