તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:ફેબ્રિકસમાં જીએસટીના દરમાં વધારોે કરાશે તો ઉત્પાદનની કિંમતો પણ વધશે

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેક્સટાઇલ પર GST દર મુદ્દે ફોગવા, ફિયાસ્વી અને ચેમ્બરની નાણાં મંત્રીને રજુઆત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફોગવા અને ફીયાસ્વી દ્વારા ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સિતારામનને મેન મેઇડ ફાયબર ટેક્સટાઇલ ક્ષેત્રે જીએસટી દરોમાં કોઇપણ પ્રકારના ફેરફાર નહીં કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

એમએમએફ(મેન મેઈડ ફાયબર) ક્ષેત્રમાં 5, 12 અને 18 ટકા સ્લેબમાં જીએસટી લાગે છે. ફેબ્રિક ઉપર હાલમાં 5 ટકા જીએસટી લાગે છે, જેને સરકાર દ્વારા 8 અથવા 12 ટકા કરવાની વિચારણા ચાલી રહી છે. આ અંગે 39મી જીએસટી કાઉન્સિલની મિટીંગમાં ચર્ચાઓ થઇ હતી, પરંતુ ઉદ્યોગકારોના વિરોધને ધ્યાને લઇ જે તે સમયે અંગેનો નિર્ણય ટૂંક સમય માટે મુલત્વી રાખવામાં આવ્યો હતો.

જોકે, આવનારી જીએસટી કાઉન્સિલની મિટીંગમાં આ મુદ્દે ફરી ચર્ચા થવાની સંભાવના છે. ફિયાસ્વી અને ફોગવા તરફથી ચેમ્બરને મળેલી રજૂઆતને આધારે ચેમ્બરે નાણાં મંત્રી નિર્મલા સિતારામનને ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ વેલ્યુ ચેઇનના ટેક્સ સ્લેબમાં જો ફેરફાર કરાશે તો ઉદ્યોગોની ચિંતા વધશે. ફેબ્રિકમાં જો જીએસટી દર વધારવામાં આવે તો કોસ્ટ એન્ડ પ્રોડકટ ઘણી મોંઘી થશે. જયારે યાર્ન ઉપર લાગતો 12 ટકા જીએસટી જો 8 કે 5 ટકા કરવામાં આવે તો સરકારને વધારાનો નાણાંકીય ભાર આવી શકે છે. જો યાર્ન અને ફેબ્રિકસ ઉપર જીએસટી દર સમાન રાખવામાં આવે તો એડવાન્સ ઓથોરાઇઝેશન અથવા ઇપીસીજી સ્કીમ અંતર્ગત મળતા લાભોનું એટ્રેકટીવનેસ ઘટી શકે છે અને તેને કારણે ભારતની નિકાસ ઘટવાની શકયતા રહે છે.

વધુમાં, યાર્નથી ફેબ્રિકસનો કન્વર્ઝન રેશિયો આશરે 110 ટકા જેવો છે. યાર્ન ઉપર રહેલ ઉંચો જીએસટી દર ફેબ્રિક વેચાણ વખતે સમાવી શકાય છે. જો એમએમએફ ટેક્સટાઇલ ક્ષેત્રના રો-મટિરિયલ જેવા કે યાર્ન, પીઓવાય અને એફડીવાય ઉપર જો જીએસટી દર ઘટાડવામાં આવે તો રો-મટિરિયલના ભાવ વધવાની સંભાવના રહે છે. જેના કારણે વિવર્સને ઘણી તકલીફ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો