તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંદાર દવે | સોના-ચાંદીમાં તેજીનો ટોન જળવાઇ રહ્યો છે. ક્રિસમસ સપ્તાહના કારણે વૈશ્વિક સ્તરે મીનિ વેકેશન જેવો માહોલ છે જેના કારણે હજુ એકાદ સપ્તાહ મોટી લિક્વિડિટી જોવા નહિં મળે. આગામી સપ્તાહે સોના-ચાંદીમાં મોટી વધઘટની સંભાવના નથી. પરંતુ વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલરની સપાટી કુદાવે તો ઝડપી તેજીનું ધ્યાન છે. સ્થાનિકમાં શોર્ટટર્મ 51000-53000ની રેન્જમાં અથડાયા કરશે. ડોલર ઇન્ડેક્સ 90 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે જે ઘટી 86 સુધી પહોંચે તો પણ બજારને તેજીનો સપોર્ટ મળી રહેશે. સોના કરતા ચાંદીમાં ફંડામેન્ટલ વધુ મજબૂત છે. ચાંદી ગમે ત્યારે 72000 થઇ શકે છે.
એગ્રી કોમોડિટીમાં તેજી માટે નિકાસ પર મજબૂત આધાર
એગ્રી કોમોડિટીમાં તેજી માટે નિકાસ વેપાર પર મજબૂત આધાર રહેલો છે. આ ઉપરાંત કોરોના બાદ ખેલાડીઓ દ્વારા લિકવિડીટીમાં સતત વધારો, પ્રતિકૂળ હવામાન,કોરોના બાદનું ઝડપી બાઉંસબેક જોતા એગ્રીમાં આગામી છ માસ સુધી તેજી જળવાય શકે છે પરંતુ જો લા નિના લંબાય, ડોલેકસ વધુ તૂટે તથા મોટા રાહત પેકેજ આવે તો તેજીનો ટોન આગામી 2021 અંત સુધી લંબાઇ શકે. હાજર બજારમાં આવકો સામે ડિમાન્ડ કેવી રહે છે તેના પર પણ મુખ્ય આધાર છે.
મેટલ્સમાં નિકલ-કોપરમાં તેજી લંબાશે
1. ડોલર ઇન્ડેક્સ મૂવમેન્ટ પર વધઘટઃ ડોલરની રેન્જ આગામી સમયમાં કેવી રહે છે તેનાપર મેટલ્સ તેજી-મંદીની રૂખ નિર્ભર બનશે. ડોલર ઇન્ડેક્સ નબળો પડી 90 અંદર છે જે વધુ તૂટે તો તેજીને વેગ મળશે.
2. નિકલ ઝડપી 1300, કોપર 625 કુદાવશે: દરેક ઘટાડે નવી લેવાલી આવી રહી છે. માલ શોર્ટેજની સમસ્યા છે જેના કારણે નિકલ ફરી 1300ની સપાટી કુદાવી 1350 ડોલર પહોંચી શકે છે. જ્યારે કોપરમાં પણ તેજીનો ટોન જળવાતા ઝડપી 625-650 થઇ શકે તેવું અનુમાન છે.
3. કોરોનાનો કેર ફરી શરૂ થતા માર્કેટમાં ટ્રેન્ડ બદલાશે: કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. યુરોપમાં ફરી લોકડાઉની ભીતિ છે પરિણામે પુરવઠામાં શોર્ટેજ આવશે તો ટ્રેન્ડ પોઝિટીવ.
નવા સપ્તાહ માટેની ટ્રેડિંગ રેન્જ
વિગત | બંધભાવ | રેન્જ | સ્ટોપલોસ |
એરંડા | 4374 | 4330-4430 | 4400 |
ચણા | 4539 | 4470-4570 | 4520 |
ગમ | 5985 | 5900-6070 | 5930 |
ગવાર | 3900 | 3870-3970 | 3930 |
ધાણા | 5912 | 5870-5950 | 5900 |
ક્રૂડ | 3551 | 3530-3630 | 3570 |
સોનું | 50064 | 49750-51250 | 50500 |
ચાંદી | 67518 | 67000-69500 | 68500 |
(નોંધ : ભાવ NCDEX-MCX વાયદાના છે)
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.