તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બજેટમાં નવા સાત ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં અમદાવાદ અને સુરતને એક એક પાર્ક ફાળવાય તેવી શક્યતા હોવાનું નામ નહિં આપવાની શરતે ઊચ્ચ અધિકારીઓ જણાવ્યું હતું. એક જમાનામાં દેશના માન્ચેસ્ટર તરીકે ઓળખાતાં અમદાવાદ અને ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ફરી તેજીનો તાંતણો મજબૂત રીતે ગૂંથાય તેવો આશાવાદ સર્જાયો છે. ગુજરાતમાં ટેક્સટાઇલ પાર્ક આવે તો અંદાજે 10000 કરોડથી વધુનું રોકાણ પ્રોસેસ હાઉસ, સ્પીનિંગ, વિવિંગ તથા કોટન ફેબ્રિક મેન્યુફેક્ચરિંગમાં આવી શકે છે. સ્થાનિક બ્રાન્ડ્સ ઉપરાંત મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ પણ ગુજરાતમાં રોકાણ કરતા તત્પર છે.
પ્રત્યક્ષ-પરોક્ષ રીતે 30 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે તેમ ગારમેન્ટ પ્રતિનિધી અર્પણ શાહે જણાવ્યું હતું. દેશમાં થતા કુલ કોટનના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 33 ટકા વધુ છે આ ઉપરાંત ગુણવત્તામાં પણ શ્રેષ્ઠ છે. વિશ્વમાં કોટન ફેબ્રિકનો વપરાશ સતત વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા ગુજરાત કોટન ફેબ્રિક મેન્યુફેક્ચરિંગમાં ટોચનું સ્થાન મેળવી શકે છે. ગુજરાત સરકારે ફાર્મ ટુ ફેશનનો સંકલ્પ અપનાવ્યો છે તેને આનુસંગિક ગારમેન્ટ પોલિસીમાં રાહતો આપવામાં આવે તો ગારમેન્ટમાં રિટેલ વેપારની સાથે નિકાસમાં પણ ઝડપી વૃદ્ધિ થઇ શકે છે.
સ્પિનિંગકરતા પ્રોસેસિંગ હાઉસોને ફાયદો
ગુજરાતમાં ટેક્સટાઇલ પાર્કને મંજૂરી મળે તેવી સંભાવના સો ટકા છે. પાર્કથી સૌથી વધુ લાભ પ્રોસેસ હાઉસોને મળશે. પ્રોસેસ હાઉસો પોલ્યુશનના કારણે ગુજરાતમાં ધારણા મુજબ ડેવલપ થયા નથી. પરંતુ પાર્કમાં ઝિરો લિક્વીડ ડિસ્ચાર્જ પ્લાન્ટમાં મોટા પાયે રોકાણ આવી શકે છે. એક હજાર એકરમાં ટેક્સટાઇલ પાર્ક સ્થપાય તેવી વાત છે. રાજ્ય સરકાર ગારમેન્ટ પોલિસી સરળ બનાવે અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને આવકારે તો ગુજરાત તમામ સેગમેન્ટમાં હબ બની શકે. > સૌરીન પરીખ, પશુપતિ કોટસ્પિન પ્રા.લિ.
અમદાવાદ-સુરત એમ બે પાર્ક મળે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને બેવડો ફાયદો
અમદાવાદ માન્ચેસ્ટર છે, સુરત પણ ટેક્સટાઇલ હબ છે ત્યારે બજેટમાં કરેલા સાત ટેક્સટાઇલ પાર્કની જાહેરાતમાં ગુજરાતમાં બે પાર્ક આપવામાં આવે તેવી આશા છે. ગુજરાત કોટન ફેબ્રિક મેન્યુફેક્ચરિંગમાં ટોચના સ્થાને છે. માત્ર ઉત્પાદનમાં જ નહિં ગુણવત્તાની દ્રષ્ટિએ પણ આગવું સ્થાન ધરાવે છે. હોમ ટેક્સટાઇલ પ્રોડક્ટના ઉત્પાદન અને નિકાસમાં પણ ગુજરાતની કંપનીઓ મોખરે છે. > ગૌરાંગ ભગત, પ્રમુખ- મસ્કતી મહાજન.
ગારમેન્ટમાં 20 ટકા માર્કેટ ઓનલાઇને હસ્તગત કર્યું
ગારમેન્ટમાં રિટેલ સેગમેન્ટમાં ઓનલાઇન માર્કેટની મોટી અસર પડી રહી છે. જંગી ડિસ્કાઉન્ટના કારણે ઓનલાઇન માર્કેટે રિટેલ માર્કેટનો 20 ટકા જેટલો હિસ્સો હસ્તગત કરી લીધો છે. લોકોની બ્રાન્ડ્સ પ્રત્યેની જાગ્રૃતિના કારણે બ્રાન્ડેડ ગારમેન્ટના વેપાર જળવાઇ રહ્યાં છે. > વૃન્દાર કાબરા, પ્રોપરાઇટર-વિશ્વસ્થ એન્ટરપ્રાઇસીસ.
વૈશ્વિક સ્તરે ગુજરાત ડેનિમ હબ, નિકાસ વધશે
ડેનિમ ફેબ્રિક તથા તૈયાર વસ્ત્રો-અન્ય પ્રોડક્ટના ઉત્પાદન અને નિકાસમા વિશ્વમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે. ભારતની કુલ માસિક ક્ષમતા 142-145 એમએમપીએ છે. જેમાં ગુજરાતનો અંદાજિત હિસ્સો 65 ટકા એટલે 70-75 એમએમપીનો રહેલો છે. ગુજરાતમાંથી ઉત્તર અને દક્ષિણ અમેરિકા તથા પશ્ચિમ અને મધ્ય યુરોપમાં સૌથી વધુ નિકાસ થઇ રહી છે. ગુજરાતમાં ડેનિમના અંદાજે 60-65 એકમો આવેલા છે. મશીનરીમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી ડેનિમ ફેબ્રિક ઉત્પાદન વૃદ્ધિમાં અઢળક તક રહેલી છે. ડેનિમ પ્રોડક્ટની બોલબાલા સતત વધી રહી છે.> ગૌરવ દાવડા, હેડ-કોર્પોરેટ ફાઇનાન્સ-જિંદાલ વર્લ્ડવાઇડ લિ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.