ભાસ્કર વિશેષ:હાઈડ્રો ફ્યુઅલ ટેકનોલોજી ભવિષ્યને ઈંધણ આપશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક સ્તરે સતત વધતા ઇંધણ ખર્ચ સામે ટેક્નોલોજીના ઉપયોગ-પ્રદૂષણને ઘટાડવા પ્રયાસ જરૂરી

હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દેખીતી રીતે જ ફોસિલ ફ્યુઅલ્સ પર નિર્ભરતા ઓછી કરવા, વાહનો થકી વાયુ પ્રદૂષણ કાબૂમાં લેવા અને દુનિયાભરમાં ઊર્જાના પુરવઠાનું લોકશાહીકરણ કરવા માટે આજે આપણી સૌથી મોટી આશા છે. તાતા મોટર્સના પ્રેસિડેન્ટ અને સીટીઓ રાજેન્દ્ર પેટકર તેનાથી વાહન ક્ષેત્ર પર પ્રભાવ અને ભારતની તૈયારી વિશે જણાવ્યું કે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ વીજળી પેદા કરવા માટે હાઈડ્રોજનની રાસાયણિક ઊર્જાનો ઉપયોગ કરે છે. તે હાઈડ્રોજન અને ઓક્સિજનને એકત્ર કરીને બાય- પ્રોડક્ટ્સ તરીકે પાણી અને ગરમી સાથે વીજળી પેદા કરે છે.

ટેક્નોલોજીવિવિધ સ્તરે કઈ રીતે કામ કરે છે? આ ટેકનોલોજીના હાર્દમાં ફ્યુઅલ સેલ સ્ટેક છે, જે રાસાયણિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે. તે ઈનપુટ તરીકે હાઈડ્રોજન અને ઓક્સિજન દ્વારા વીજળી ઊપજાવે છે. હાઈડ્રોજન ટેન્કની હાઈડ્રોજન ઓન-બોર્ડ સંગ્રહ કરવા માટે આવશ્યકતા પડે છે. આ ફ્યુઅલ સેલ સ્ટેકમાંથી ઊપજાવવામાં આવતી વીજળી કોઈ પણ અન્ય બીઈવીની જેમ બેટરીમાં સંગ્રહ કરવામાં આવે છે.

બેટરી શુદ્ધ બેટરી ઈલેક્ટ્રિક વેહિકલ્સની તુલનામાં આકારમાં બહુ નાની હોય છે. તે પરિવહન, ઔદ્યોગિક / કમર્શિયલ / નિવાસી ઈમારતો અને રિવર્સિબલ સિસ્ટમ્સમાં લાંબા ગાળાના ગ્રિડ- આધારિત ઊર્જા સ્ટોરેજ સહિત ઘણાં બધાં ક્ષેત્રોમાં ઘણા બધા વપરાશ માટે ઊર્જાનો પુરવઠો કરવા અનુકૂળ છે. ભાવિ ટેક્નિકલ પ્રગતિઓ, હાલમાં બહેતર બની રહી છે ત્યારે 30-35 ટકા ડબ્લ્યુટીડબ્લ્યુ કાર્યક્ષમતામાં સુધારણા થવાનું છે. આ બધું થોડું પરીકથા જેવું લાગે છે. આમાં શું મોટી વાત છે? ખરેખર આમાં કોઈ મોટી વાત નથી, પરંતુ કોઈ પણ નવી ટેકનોલોજીની જેમ ભારતીય રસ્તાઓ પર ફ્યુઅલ સેલ ટ્રકો, બસો અને કાર દેખાવાનું સામાન્ય બને તે માટે થોડો સમય લાગશે.

ટેકનોલોજી અને પ્રોડક્ટો ઉપરાંત મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હરિત ફ્યુઅલને ટેકો આપવા માટે નિર્માણ કરવાનું જરૂરી છે. આ ટેકનોલોજીની માગણીમાં નજીકના ભવિષ્યમાં ઉછાળો આવવાની અપેક્ષા છે. બધી નવી ટેકનોલોજીઓની જેમ તે સ્તરમાં વધુ કિફાયતી રહેશે, જે સુસંગત, ઈકોસિસ્ટમ કેન્દ્રિત અભિગમને વાચા આપશે. પ્રાઈમરી ફ્યુઅલ્સ (કોલસો, પેટ્રોલિયમ આધારિત અથવા નવીનીકરણક્ષમ)થી વિપરીત હાઈડ્રોજન કમ્બશન પર શૂન્ય કાર્બન ઉત્સર્જન કરે છે અને વૈશ્વિક પરિવર્તન માટે ભાવિ પેઢીનું ફ્યુઅલ માનવામાં આવે છે.

હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી વૈશ્વિક સ્તરે સમૃદ્ધ, ઘેરો, સક્ષમ પ્રભાવ પાડવાની સંભાવના ધરાવે છે અને હંમેશની જેમ ટાટા મોટર્સ મોબિલિટીનું ભવિષ્ય વધુ સ્વચ્છ, હરિત અને પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે આ ટેકનોલોજી અપનાવવામાં ભારત માટે રાહ બનાવવા તૈયાર છે.

આ ક્ષેત્રે R&D સેન્ટર શરૂ કરાયું, ઝડપી શક્ય બનશે
હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પાવર્ડ વાહનો વિકસાવવામાં મોટી પ્રગતિ કરી ચૂકી છે. આરએન્ડડી સેન્ટર શરૂ કરાયું છે, જે ભાવિ તૈયાર મોબિલિટી નિવારણો ઓફર કરવા માટે ટેકનોલોજીના લાભોનો ફાયદો કઈ રીતે લઈ શકાય તેની ખોજ કરી રહી છે. 40-50 હોશિયાર લોકોની ટીમને આ ટેકનોલોજી સમજવા અને તેનો મહત્તમ વપરાશ કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ કરવા માટે રોકવામાં આવી છે.

ટેક્નોલોજી કેટલી જલદી વાસ્તવિક બનશે?
તમે કલ્પના કરી શકો છો તેમ આ ટેકનોલોજી અને સમૂહ દ્વારા તે અપનાવવાની બાબતમાં દુનિયાભરની સરકારોને રસ જાગ્યો છે. જાપાન, ચીન, યુએસએ, કોરિયા અને યુરોપના અમુક ભાગો જેવા દેશો ઝડપથી હાઈડ્રોજન ફ્યુઅલ ટેકનોલોજી અપનાવી રહ્યા છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય હાઈડ્રોજન ધ્યેય અને ભવિષ્યમાં આપણા દેશને ઊર્જા સ્વતંત્ર બનાવવા માટે હરિત હાઈડ્રોજન ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની યોજના છે.

અન્ય સમાચારો પણ છે...