તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Hyderabad Based Company MEIL Built An Advanced Oil Drilling Rig And Installed It At ONGC's Gujarat Site

મેક ઇન ઈન્ડિયા:હૈદરાબાદની કંપની MEILએ ઘરઆંગણે એડવાન્સ ઓઇલ ડ્રિલિંગ રીગ બનાવી ONGCની ગુજરાત સાઇટમાં ઇન્સ્ટોલ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કલોલના ધમાસણામાં ONGCના તેલના કૂવા ખાતે દેશની પહેલી રીગ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. - Divya Bhaskar
ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કલોલના ધમાસણામાં ONGCના તેલના કૂવા ખાતે દેશની પહેલી રીગ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
  • ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશનમાં ભારત સ્વાવલંબી બનશે
  • કંપની ટૂંક સમયમાં અન્ય દેશોને પણ નિકાસ કરવાની યોજના

હૈદ્રાબાદ સ્થિત મેઘા એન્જીનિયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર્સ લિમિટેડે (MEIL) દેશમાં 'મેક ઈન ઈન્ડીયા' અને 'આત્મનિર્ભર ભારત' પ્રોગ્રામ હેઠળ ઉત્પાદન કરેલી સ્વદેશી રીગ ONGCને સુપરત કરી છે. આ રીગ એ MEILને ONGC તરફથી 47 ડ્રીલીંગ રીગ પૂરી પાડવા માટે વર્ષ 2019માં પ્રાપ્ત થયેલા રૂ. 6,000 કરોડના ઓર્ડરનો હિસ્સો છે. કંપનીએ ભારતમાં સ્વદેશી ટેકનોલોજીથી ઓઈલ અને ગેસ એકસ્ટ્રેકશન માટે રીગનુ ઉત્પાદન કરનાર ભારતની ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની છે. તેણે 47માંથી પ્રથમ રીગ ઓએનજીસીને એપ્રિલમાં સુપરત કરી હતી, જે ગુજરાતમાં મહેસાણા જીલ્લાના કલોલ તેલ ક્ષેત્રમાં કાર્યરત છે.

દેશની પહેલી સ્વદેશી રીગ ગુજરાતનાં કલોલમાં ઇન્સ્ટોલ થઈ
MEILના વાઈસ પ્રેસીડેન્ટ પી. રાજેશ રેડ્ડીએ જણાવ્યું કે આધુનિક હાઈડ્રોલિક ટેકનોલોજી ધરાવતી આ રીગ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કલોલના ધમાસણામાં ONGCના તેલના કૂવા ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવી છે. તે તેલના કૂવાનુ ઝડપી ડ્રીલીંગ કરે છે અને વીજળીનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે. 1500 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતી આ રીગ આસાનીથી 4,000 મીટર સુધીડ્રીલ કરી શકે છે. આ ડ્રીલ સલામતિનાં ધોરણો બાબતે પણ અતિ આધુનિક ટેકનોલોજી ધરાવે છે અને 40 વર્ષ સુધી કાર્યરત રહેશે તેવી અપેક્ષા છે.

ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશનમાં દેશ સ્વાવલંબી બનશે
પી. રાજેશ રેડ્ડી જણાવે છે કે, મેક ઈન ઈન્ડીયા અને આત્મનિર્ભર ભારતની સફળતા માટે એનર્જી આયાત ઉપરનુ અવલંબન ઘટાડવું ખૂબ જ આવશ્યક છે. અમારી આ નવી ટેકનોલોજીની રીગ ભારતમાં ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશનને સ્વાવલંબી બનાવશે અને આપણે આ ક્ષેત્રે સ્વાવલંબી બનીશું. અત્યારે ભારતમાં ઓઇલ અને ગેસ માટેની મશીનરી અને ટેકનોલોજીની જે જરૂરિયાત છે તેમાંથી 80% આયાત કરવી પડે છે.

કંપની ગુજરાતમાં ત્રણ સાઇટ પર રીગ ડિલિવર કરશે
MEILના ઓઈલ રીગ ડિવિઝનના હેડ એન. ક્રિષ્ના કુમારે જણાવ્યું કે MEIL રીગનુ ઉત્પાદન કરીને આસામ (શીબ સાગર, જોરહટ) આંધ્ર પ્રદેશ (રાજમુંદ્રી) ગુજરાત (અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા અને ખંભાત), ત્રીપુરા (અગરતાલા) અને તામિલનાડુ (કરાઈકાલ)માં ડિલીવર કરશે. MEILને ONGCનો 47 રીગના ઓર્ડરમાં 20 વર્કઓવર રીગ અને 27 લેન્ડ ડ્રીલીંગ રીગનો સમાવેશ થાય છે. 20 વર્કઓવર રીગમાં બાર 50 MT રીગનો સમાવેશ થાય છે. 4 રીગ 100 MTની ક્ષમતા ધરાવે છે. અન્ય ચાર 150 MTની ક્ષમતા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...