યુએસ / HUAWEIને પ્રતિબંધોથી 90 દિવસની છૂટ મળશે, ત્યાં સુધી અમેરિકાની કંપનીઓ સાથે ડીલ કરી શકશે

Divyabhaskar.com

May 21, 2019, 02:40 PM IST
Hwaywah can get 90 days of exemption from restrictions, until US companies can deal with it
X
Hwaywah can get 90 days of exemption from restrictions, until US companies can deal with it

  • રાષ્ટ્રીય સુરક્ષાનો સંદર્ભ ટાંકીને યુએસએ ગત સપ્તાહે હવાવેને બ્લેકલિસ્ટ કરીને એનટિટી લિસ્ટમાં નાંખી 
  • આ લિસ્ટમાં સામેલ કંપનીઓ લાઈસન્સ વગર અમેરિકાની ફર્મો સાથે કારોબાર કરી શકતી નથી
     

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચીનની ટેલિકોમ કંપની હુવાવે પર મૂકવામાં આવેલા પ્રતિબંધોમાં 90 દિવસની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે ભારે મુશ્કેલીઓને રોકવા માટે સમય આપવો જોઈએ. જોકે મોડું થવાને કારણે બેનના નિર્ણય પર અસર પડશે નહિ. અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને હુવાવેને એનટિટી લિસ્ટ મૂકી દીધી હતી. આ લિસ્ટમાં સામેલ કંપનીઓ લાઈસન્સ વગર અમેરિકાની ફર્મ સાથે કારોબાર કરી શકતી નથી.

અમેરિકાને હુવાવેના ઉપકરણોથી જાસૂસીનો શંક

1.

અમેરિકાના વાણિજય સચિવ વિલ્બર રોસનું કહેવું છે કે હુવાવેને છૂટ આપવાથી તેના ઉપકરણો પર નિર્ભર અમેરિકા અને અન્ય દેશોની કંપનીઓને લાંબા ગાળાના નિર્ણય લેવા માટે સમય મળી જશે. તેનાથી હુવાવેના મોબાઈલ ફોન યુઝર્સને પણ હાલ મુશ્કેલી થશે નહિ.

2.

વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ઉપકરણ નિર્માતા હુવાવે ચીનની કંપની છે. અમેરિકાને શંક છે કે હુવાવેના ઉપકરણો દ્વારા ચીન જાસૂસી કરી શકે છે. અમેરિકા ઘણાં વર્ષોથી હુવાવે પર આરોપ લગાવતું રહ્યું છે. ગત વર્ષે તેમણે પોતાના સહયોગી દેશોને પણ હુવાવેનો બાહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

3.

હુવાવે એ તેના ઉપકરણોથી સુરક્ષા સંદર્ભે ખતરો સર્જાતો હોવાના આરોપને ઠુકરાવ્યા છે. કંપનીનું કહેવું છે કે તે અમેરિકા સાથે વાતચીત દ્વાર તેની ચિંતાઓ દૂર કરવા તૈયાર છે.

4.

અમેરિકાના કહેવા પર ગત વર્ષે હુવાવેના સીએફઓ મેંગ વાંગઝૂની કેનેડામાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર છે. અમેરિકા મેંગના પ્રત્યાર્પણની કોશિશો કરી રહ્યું છે. હુવાવે દ્વારા ઈરાન પર લાગૂ અમેરિકાના પ્રતિબંધ તોડવાના આરોપમાં મેંગની ધરપકડ કરવામાં આવી હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી