તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Huge Growth Of 65% In House Purchases In The Name Of Women, 4 Important Reasons Behind It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોપર્ટીની વાત:મહિલાઓના નામે મકાન ખરીદીમાં 65%ની જંગી વૃદ્ધિ, તેની પાછળ 4 કારણો મહત્વના

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘર ખરીદવા માટે વર્તમાન સમય ઉત્તમ. ફાઈલ તસવીર - Divya Bhaskar
ઘર ખરીદવા માટે વર્તમાન સમય ઉત્તમ. ફાઈલ તસવીર
  • સ્ટેમ્પ ડ્યુટી, ટેક્સ, સબસિડીઓ જેવી સવલતો

મહિલાઓના નામે મકાન ખરીદી થાય તો સરકાર, બેન્કો તેમજ બિલ્ડર્સ તરફથી મળતા રાહતો, પ્રોત્સાહનો તેમજ સબસિડી સહિત સંખ્યાબંધ લાભો મળી રહ્યા છે. તેના કારણે છેલ્લા એક વર્ષમાં મહિલાઓના નામે મકાન- પ્રોપર્ટી ખરીદીમાં આશરે 65 ટકા વધારો થયો હોવાનું અગ્રણી બિલ્ડર્સ જણાવી રહ્યા છે.

અમદાવાદ, વડોદરા,સુરત જેવા મેટ્રો શહેરો સહિત ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં વેચાયેલા 65 ટકા ઘરોની ખરીદી મહિલાઓના નામે થઇ છે. મહિલાઓ દ્રારા ખરીદવામાં આવતાં ઘર કે પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત, નીચા લોન રેટ, સરકાર દ્રારા મળતી સબસિડી, તેમજ અમુક બિલ્ડર્સ દ્રારા આપવામાં આવતી આકર્ષક ઓફર્સ સહિતના કારણોસર આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આકર્ષક રિટર્નના કારણે પણ વર્કિંગ વુમન રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહી છે. 62 ટકા મહિલાઓ રીયલ એસ્ટેટને ઈન્વેસ્ટમેન્ટ એસેટ ક્લાસ તરીકે શ્રેષ્ઠ માધ્યમ ગણે છે. અફોર્ડેબલ અને મીડ સેગમેન્ટ હાઉસિંગમાં મહિલાઓ રોકાણ કરી રહી છે. એનારોક દ્રારા હાથ ધરાયેલા સર્વે અનુસાર 70 ટકાથી વધુ કામકાજી મહિલાઓ પોતાનુ ઘર ખરીદવાની યોજના ધરાવે છે.

ટાયર-1 શહેરોમાં અમદાવાદમાં સૌથી સસ્તા મકાનો
દેશના ટાયર-1 શહેરોની તુલનાએ અમદાવાદમાં અફોર્ડેબલ હાઉસિંગ સૌથી સસ્તા દરે ઉપલબ્ધ છે. આ ઉપરાંત પ્રાથમિક સુરક્ષા, રોજગારની તકો, સહિત તમામ સુવિધાઓ એક જ સ્થળે મળી રહેતી હોવાથી એનઆરઆઈ સહિત મોટાભાગના લોકો અમદાવાદમાં ઘરની ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. > વિજય શાહ, વિજય બિલ્ડર્સ

ઘર ખરીદવા માટે વર્તમાન સમયમાં ઉત્તમ તક
75થી 80 ટકા ગુજરાતીઓ હાલનો સમય ઘર ખરીદવા માટે ઉત્તમ હોવાનુ માની રહ્યા છે. જેની પાછળ અનેક પરિબળો જવાબદાર છે. કોરોના મહામારી બાદ ડેવલપર્સ દ્રારા આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. હોમ લોનના રેટ પણ 15 વર્ષના તળિયે છે. ઉપરાંત સરકાર હવે રિયલ એસ્ટેટ સેક્ટરને વેગ આપવા અનેકવિધ યોજના ઘડી રહી છે. ઘર ખરીદદારો મોટાભાગે રેડી ટુ મુવ ઘરને પ્રાથમિકતા આપી રહ્યાં છે.

62% રોકાણ માટે પ્રાધાન્ય
આર્થિક રીતે સ્વતંત્ર 62 ટકા મહિલાઓ એસેટ ક્લાસ રોકાણોમાં હાઉસિંગને પ્રાધાન્ય આપે છે. જ્યારે 54 ટકા પુરૂષો રિયલ એસ્ટેટને રોકાણનુ શ્રેષ્ઠ માધ્યમ ગણે છે. રિયલ એસ્ટેટમાં ખરીદીનુ પ્રમાણ 65 ટકા સુધી વધ્યુ છે. > પ્રશાંત ઠાકુર, ડિરેક્ટર-હેડ (રિસર્ચ), એનારોક પ્રોપર્ટી કન્સલન્ટન્ટ

રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ
મહિલાઓ આર્થિક રીતે પગભર બનતા પોતાનુ ઘર ખરીદવાનુ સ્વપ્ન સાકાર રહી છે તેઓ રિયલ એસ્ટેટને રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જુએ છે. જેથી આગામી સમયમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી નોંધાઈ શકે છે.સેક્ટરમાં ટ્રેન્ડ પોઝિટીવ જણાઇ રહ્યો છે. > જક્ષય શાહ, સાવી ઇન્ફ્રા

મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા પાછળના કારણો
>બેન્કો દ્રારા લોન રેટમાં રાહત

ટોચની બેન્કોમાં મહિલાઓ માટે હોમ લોન પુરૂષોની તુલનાએ નીચા દર પર ઉપલબ્ધ છે. જેમાં હોમલોન ઉપરના વ્યાજદરમાં 0.25 ટકાથી વધુ તફાવત હોય છે. હાલ હોમ લોન રેટ ઐતિહાસિક નીચા દરે છે. જેનો લાભ ઘર ખરીદદારો લઈ રહ્યા છે.

>અફોર્ડેબલ હાઉસિંગમાં લાભ
પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કીમ 2015 અંતર્ગત સરકાર મહિલાઓની માલિકીના ઘરને પ્રોત્સાહન આપવા માટે સંખ્યાબંધ સહાય આપી રહી છે. 3 લાખથી 18 લાખ સુધીની આવક ધરાવતા વર્ગમાં મહિલાઓના નામે ઘર ખરીદી પર હોમ લોન રેટમાં સબસિડી ઉપરાંત 2.60 લાખ સુધીની આર્થિક સહાય મળે છે.

> સ્ટેમ્પ ડ્યુટીમાં 1 ટકાની રાહત
મહિલાઓના નામ પર ખરીદવામાં આવતી પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટીમાં ગુજરાતમાં 1 ટકાની રાહત મળે છે. કુલ સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ 5 ટકા છે. જ્યારે મહિલાઓએ 4 ટકા ચૂકવવો પડે છે. જુદા-જુદા રાજ્યોમાં 1થી 2 ટકા સુધીની માફી છે.

> ટેક્સ કપાતનો લાભ
મહિલાઓને પ્રોપર્ટી ટેક્સમાં રૂ. 1.5 લાખ સુધીની કપાત મળે છે. જો પ્રોપર્ટી પત્ની અને પતિના સંયુક્ત નામ હેઠળ ખરીદવામાં આવી હોય તો બંને ટેક્સ કપાતનો લાભ લઈ શકે છે. હોમ લોનના વ્યાજ દર પણ તેના ભાડાની ચોખ્ખી રકમમાંથી બાદ થાય છે. પંજાબમાં મહિલા ઘર ખરીદદારો માટે 4% સુધીની સ્ટેમ્પ ડ્યુટી રાહત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો