• Gujarati News
  • Business
  • Housing Sales Up 51% In Eight States Office Space Gross Leasing Down 3%: Knight Frank

મજબૂત સેન્ટિમેન્ટ્સ:દેશમાં હાઉસિંગ સેલ્સ આઠ રાજ્યોમાં 51 ટકા સુધી વધ્યાં ઓફિસ સ્પેસ ગ્રોસ લિઝિંગમાં 3 ટકા ઘટાડો: નાઇટ ફ્રેન્ક

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી નીચા હોમ લોનના દરો, સરકારી રાહતો અને વલણમાં ફેરફારથી રિયલ એસ્ટેટને વેગ મળ્યો

કોવિડ મહામારીના કારણે ઓફિસ લિઝિંગ પ્રક્રિયા ટોચના આઠ શહેરોમાં 3 ટકા ઘટી છે. જ્યારે હાઉસિંગ સેલ્સ 51 ટકા વધ્યાં છે. નાઈટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ 2021માં હાઉસિંગનું વેચાણ વધીને 2,32,903 યુનિટ થયું હતું, જે 2020માં 1,54,534 યુનિટ હતું, પરંતુ માંગ 2019ની પ્રિ-કોવિડ સ્તરથી 5 ટકા અને 2011ની રેકોર્ડ કરતાં 37 ટકા ઓછી હતી.

ઓફિસ સેગમેન્ટમાં, કોવિડ રોગચાળાના બીજા લહેરની પ્રતિકૂળ અસરને કારણે, ઓફિસ સ્પેસનું ગ્રોસ લીઝિંગ 2021માં ઘટીને 38.1 મિલિયન ચોરસ ફૂટ નોંધાયું હતું. જે અગાઉના વર્ષમાં 39.4 મિલિયન ચોરસ ફૂટ હતું. માંગ 2019માં રેકોર્ડ 60.6 મિલિયન ચોરસ ફૂટ કરતાં ઘણી ઓછી છે. 'ઈન્ડિયા રિયલ એસ્ટેટ: 2021' શીર્ષક હેઠળના રિપોર્ટમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, મહામારી અને લોકડાઉનના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરે 2021માં ખૂબ જ સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી.

ગત કેલેન્ડર વર્ષના બીજા છ માસમાં હાઉસિંગનું વેચાણ 2016ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા પછી સૌથી વધુ વોલ્યુમ સાથે જોવા મળ્યું હતું. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના સીએમડી શિશિર બૈજલે કહ્યું હતુ કે, મહામારીના કારણે પડકારો નડ્યા હોવા છતાં, સૌથી નીચા હોમ લોનના દરો, સરકારી રાહતો અને વલણમાં ફેરફાર જેવા પરિબળોએ માગને વેગ આપ્યો છે. દેશના મુખ્ય આઠ બજારોમાં હાઉસિંગની વેચાણની ગતિમાં વધારો થયો છે. બજારના મજબૂત સેન્ટિમેન્ટ્સ નજીકના ગાળામાં વૃદ્ધિનુ વલણ જારી રાખશે.

પૂણે અને દિલ્હીમાં ઓફિસ લીઝિંગમાં ઝડપી વૃદ્ધિ
2021માં મુંબઈમાં હાઉસિંગનું વેચાણ 29 ટકા વધીને 62,989 યુનિટ (48,688 યુનિટ) હતું. ઓફિસ લીઝિંગ 37 ટકા ઘટીને 3.8 મિલિયન ચોરસ ફૂટ થયું છે. દિલ્હી-એનસીઆરમાં ઘરોના વેચાણ 21,234 યુનિટથી 65 ટકા વધીને 35,073 યુનિટ જ્યારે ઓફિસ લીઝિંગ 38 ટકા વધીને 6.4 મિલિયન ચોરસ ફૂટ નોંધાયું છે. બેંગલુરુમાં હાઉસિંગનું વેચાણ 23,579 યુનિટથી 61 ટકા વધીને 38,030 યુનિટ થયું હતું. ઓફિસ લીઝિંગ નજીવું ઘટીને 12.2 મિલિયન ચોરસ ફૂટ હતું. પુણેમાં, હાઉસિંગનું વેચાણ 38 ટકા વધીને 37,218 યુનિટ થયું હતું, જે 26,919 યુનિટ હતું, જ્યારે ઓફિસ લીઝિંગ સહેજ વધીને 3.8 મિલિયન ચોરસ ફૂટ થયું હતું. અમદાવાદમાં 2021માં હાઉસિંગ વેચાણમાં 37 ટકા વધ્યા છે. જે અગાઉના વર્ષમાં 6,506 એકમોની સરખામણીએ 8,911 એકમો હતો. ઓફિસ લીઝિંગ 12 ટકા ઘટીને 1.1 મિલિયન ચોરસ ફૂટ થયું છે.

ઓફિસ સોદાની સંખ્યા 1.1 મિલિયન ચોરસ ફૂટ નોંધાઇ
સમીક્ષા હેઠળ ટોચના આઠ શહેરોમાં અમદાવાદ સૌથી વધુ પોસાય તેવું શહેર છે અને રહેણાંકની માંગમાં સુધારો થઈ રહ્યો છે. રહેણાંક માર્કેટના વેચાણમાં 2021માં વાર્ષિક સ્તરે 37%નો વધારો થયો છે. વર્ષ દરમિયાન 8911 હાઉસિંગ એકમોનું વેચાણ થયુ હતું. ઉપરાંત નવા લોન્ચીઝમાં વાર્ષિક 99%નો વધારો જોવા મળ્યો છે તેની સાથે 2021માં 14,648 એકમો નવા ઉમેરાયા હતા. કેલેન્ડર વર્ષ 2021માં કુલ ઓફિસ સોદાઓની સંખ્યા 1.1 મિ. ચો.ફૂટ રહી છે. > બલબીર સિંઘ ખાલસા, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર- નાઇટ ફ્રેંક

અન્ય સમાચારો પણ છે...