રેસિડેન્શિયલ માર્કેટ:હાઉસિંગની કિંમતમાં 15%નો વધારો, લોન્ચિંગ 51 ટકા વધ્યું

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન 9 મોટા શહેરોમાં રહેણાંક મિલકતોની કિંમતમાં 15 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેમાં ચેન્નાઇમાં સૌથી વધુ 15 ટકાનો વધારો નોંધાયો છે. ડેટા એનાલિટિક ફર્મ પ્રોપઇક્વિટી અનુસાર ચેન્નાઇમાં સ્ક્વેર ફૂટ દીઠ કિંમતો ગત વર્ષના જૂન ક્વાર્ટરના રૂ. 5,855 વધીને આ વર્ષે રૂ.6,744 જોવા મળી છે.

ગુરુગ્રામમાં પણ સ્ક્વેર ફુટની કિંમત અગાઉના રૂ. 10,315થી 12 ટકા વધીને રૂ. 11,517 થઇ છે. જ્યારે હૈદરાબાદમાં પણ સ્ક્વેર ફૂટ દીઠ કિંમત અગાઉના રૂ. 5,746થી વધીને રૂ.6,472 નોંધાઇ છે. નોઇડામાં પણ સ્ક્વેર ફૂટની કિંમત રૂ.6,791થી 9 ટકા વધીને રૂ.7,411 નોંધાઇ છે. બેંગ્લુરુમાં પણ કિંમતમાં ઉછાળો જોવા મળતા સ્ક્વેર ફૂટની કિંમત રૂ. 5,760થી 8 ટકાની વૃદ્વિ સાથે રૂ. 6,196 નોંધાઇ છે.

મુંબઇ, થાણે અને પુણેમાં પણ રહેણાંક મિલકતોની કિંમતમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. મુંબઇમાં રહેણાંક મિલકતોની સ્ક્વેર ફૂટની કિંમત રૂ. 18,259થી વધીને રૂ. 18,896 નોંધાઇ છે. જ્યારે થાણેમાં પણ સ્ક્વેર ફૂટ દીઠ કિંમત રૂ.6,165થી વધીને રૂ.6,325 નોંધાઇ છે. પુણેમાં પણ મિલકોતની કિંમતો સ્ક્વેર ફૂટની દૃષ્ટિએ રૂ. 5,348થી વધીને રૂ.5,189 થઇ છે. કોલકાતામાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન હાઉસિંગની કિંમતો સ્ક્વેર ફૂટ દીઠ 1 ટકા વધીને રૂ. 5,431 નોંધાઇ છે. પ્રોપઇક્વિટીના સ્થાપક અને એમડી સમીર જસુજાએ જણાવ્યું હતું કે, રેસિડેન્શિયલ માર્કેટમાં વેચાણ તેમજ કિંમતમાં વધારો અને સ્થિરતા જોવા મળી રહી છે.

9 શહેરોમાં નવા પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ 51% વધ્યું
આ વર્ષે જૂન ક્વાર્ટર દરમિયાન ઘરનું વેચાણ વાર્ષિક સ્તરે 96 ટકા વધીને 93,153 યુનિટ્સ રહ્યું હતું. જ્યારે ગત ક્વાર્ટરની સરખામણીએ વેચાણમાં 7 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલ-જૂન દરમિયાન 9 શહેરમાં કુલ યુનિટ્સનું લોન્ચિંગ વાર્ષિક સ્તરે 51 ટકા વધીને 69,813 યુનિટ્સ રહ્યું છે, પરંતુ ગત ક્વાર્ટરની તુલનામાં તેમા 24 ટકાનો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...