મોંઘવારીની અસર:પારિવારિક બચત ચાલુ વર્ષે 19 ટકા ઘટી, ગત વર્ષે 31.3% વધી હતી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી વચ્ચે અટવાયેલી માગને કારણે પારિવારિક બચત ઘટી

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી અને આર્થિક સંકટના કારણે દેશમાં પારિવારિક બચતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત કોરોના મહામારી બાદ સ્થિતિ સામાન્ય થવાને કારણે અચાનક અટકેલી માંગને કારણે વધતી જતી મોંઘવારીની અસર પરિવારની બચત પર પડી છે.

નાણાકીય વર્ષ 2021-22માં કૌટુંબિક બચતમાં 19%નો ઘટાડો થયો જ્યારે 2020-21માં તે 31.3 ટકા વધી હતી. કોવિડ રોગચાળાની તુલનામાં પાછલા બે વર્ષમાં કુટુંબની બચત માત્ર 6.3% વધી છે. દરમિયાન બેંક ડિપોઝિટમાં ઘટાડો થયો છે પરંતુ ઇક્વિટી જેવી સંપત્તિઓના રોકાણમાં ઝડપી વધારો થયો છે.

બેંક ઓફ બરોડાના રિસર્ચ એનાલિસ્ટ અદિતિ ગુપ્તાના જણાવ્યા અનુસાર 2020-21માં ફેમિલી સેવિંગ્સમાં વધારો થવાનું સૌથી મોટું કારણ લોકડાઉનના કારણે થોડા મહિનાઓ માટે સુસ્ત વપરાશ હતો. જેના કારણે લોકોની આવકમાં બચતનો હિસ્સો વધ્યો છે. પરંતુ ગત નાણાકીય વર્ષમાં પારિવારિક બચતમાં થયેલો ઘટાડો પણ કાયમી નથી. ટ્રેડિંગ ઇકોનોમિક્સ અનુસાર આ વર્ષે વ્યક્તિગત બચત વધીને28468 પહોંચી છે.

બચતમાં બેન્ક ડિપોઝિટનો હિસ્સો ગત વર્ષ કરતા 9 ટકા ઘટ્યો
રસપ્રદ વાત એ છે કે 2021-22 દરમિયાન કુલ કુટુંબ બચતમાં ડિપોઝીટ્સનો હિસ્સો ઘટીને 27.2% થયો હતો. આ 2020-21ની સ્થિતિ કરતાં લગભગ 9% ઓછું છે. તેનું સૌથી મોટું કારણ વ્યાજના રૂપમાં ઓછી કમાણી છે. FDમાં વ્યાજ ઓછુ મળી રહ્યું હોવાની અસર છે.

સતત વધી રહેલી મોંઘવારીથી પરિવારની બચત હજુ ઓછી થશે
લાંબા સમય સુધી પ્રતિબંધો બાદ ખર્ચમાં અચાનક વધારો થયો છે. આ દરમિયાન મોંઘવારી પણ વધી છે. પરિણામે લોકો ઊંચા ભાવ ચૂકવીને વધુ ખર્ચ કરી રહ્યા છે. તેના કારણે અર્થવ્યવસ્થાને ટેકો મળી રહ્યો છે પરંતુ બચત ઘટી રહી છે. > -મદન સબનવીસ, ચીફ ઇકોનોમિસ્ટ, બેંક ઓફ બરોડા

અન્ય સમાચારો પણ છે...