તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Home Loan Rates Reduced From 6.80% To 6.75%, Previously SBI And Kotak Bank Have Reduced Rates.

HDFCએ હોમલોન સસ્તી કરી:હોમ લોનનો દર 6.80%થી ઘટાડી 6.75% કર્યો, અગાઉ SBI અને કોટક બેંક દરો ઘટાડો કરી ચુકી છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
HDFCએ હોમ લોનના દરોમાં ઘટાડો કર્યો છે - Divya Bhaskar
HDFCએ હોમ લોનના દરોમાં ઘટાડો કર્યો છે

દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી ધિરાણકર્તા હાઉસિંગ ફાયનાન્સ કંપની HDFCએ હોમ લોન પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. HDFCએ હોમ લોન પરનો વ્યાજ દર 6.80 ટકાથી ઘટાડી 6.75 ટકા કર્યો છે.

શેરબજારને જાણકારી આપવામાં આવી
કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું છે કે આ નવા દરો ગુરુવારથી લાગૂ થશે. HDFCનો કુલ હોમ લોન પોર્ટફોલિયો આશરે 4 લાખ કરોડ રૂપિયા છે. આ દેશના બેન્કિંગ અને NBFC સેક્ટરમાં સસ્તા વ્યાજદરો લાગુ કરવામાં અગ્રેસર રહે છે.

SBIએ પણ ઘટાડ્યા વ્યાજ દર
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેન્કે પોતાની હોમ લોનનો વ્યાજ દરોમાં કાપ મુક્યો હતો. તેની હોમ લોન 6.70 પર છે. જ્યારે કોટક મહિન્દ્રા બેન્કે પણ આ સપ્તાહે હોમ લોનના દરોમાં ઘટાડો કર્યો હતો. છેલ્લા 6-8 મહિનાથી ઘરોના વેચાણમાં ભારે તેજી આવી છે. બેન્ક અને NBFCઆ કારણથી વ્યાજ દરોમાં કાપ મુકી રહી છે.
સ્ટેમ્પ ડ્યુટીના ચાર્જમાં ઘટાડો
હકીકતમાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જમાં ભારે ઘટાડો થયો છે. મુંબઈમાં તો સ્ટેમ્પ ડ્યુટી હવે 3 ટકા છે,જે અગાઉ 6 ટકા હતો. મોટાભાગે જે ઘટાડો થયો છે તે 31 માર્ચ સુધી જ લાગૂ રહેશે. આ માટે ગ્રાહક ઘર ખરીદી રહ્યા છે. આ સાતે જ અન્ય સુવિધાઓ પણ મળી રહી છે. કેટલીક બેંકો અને NBFCએ પ્રોસેસિંગ ફી પણ માફ કરી રહી છે.

ઘરોની કિંમત ઓછી થઈ છે
ઘરોની કિંમતમાં વર્તમાન સમયમાં ઘટાડો થઈ રહ્યો છે. માટે ગ્રાહકો ઘર ખરીદવા પર વિશેષ ભાર આપી રહ્યા છે. કેટલાક અહેવાલ પ્રમાણે ઘોરની માંગમાં આ વર્ષે તેજી રહી શકે છે. મુંબઈ, NCR અને બેંગ્લુરુ જેવા વિસ્તારોમાં છેલ્લા 6 મહિનામાં મકાનોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો ચે. મોટાભાગના ગ્રાહકો 50 લાખના બજેટવાળા મકાનોની શોધમાં રહે છે. આ રીતે નાના ઘરોનું વેચાણ વધારે રહે છે.