તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Hinduja Says India Has A Wealth Of Opportunities Despite The Epidemic, On The Verge Of Becoming The 5th Largest Economy By 2024.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક સંકેત ખૂબ ઉત્સાહવર્ધક:હિન્દુજાએ કહ્યું- મહામારીના ઝાટકા છતાં ભારતમાં તકોનો ભંડાર, 2024 સુધી 5મું સૌથી મોટું અર્થતંત્ર બનવાના પંથે

નવી દિલ્હી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
હિન્દુજા ગ્રુપના ચેરમેન અશોક પી. હિન્દુજા. - Divya Bhaskar
હિન્દુજા ગ્રુપના ચેરમેન અશોક પી. હિન્દુજા.

હિન્દુજા ગ્રુપના ચેરમેન અશોક પી. હિન્દુજાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સામે આવેલો ડેટા દર્શાવે છે કે ભારત રિકવરીના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે આશા છે કે બધું જ સારું રહ્યું તો નાણાકીય વર્ષ 2021-22માં આપણો વૃદ્ધિદર દ્વિઅંકી રહેશે. ઘણાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનોએ પણ તેની પુષ્ટિ કરી છે. વૈશ્વિક મહામારીના સમયમાં પણ સંક્રમણ તથા મોતનો નીચા દર તથા વ્યાપક રસીકરણ કાર્યક્રમોના કારણે ગ્રાહક અને વ્યવસાય બંનેનો આત્મવિશ્વાસ બહેતર થવાની આશા છે.

દેશને કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે ઘણું નુકસાન થયું પણ હવે હાલના આર્થિક સંકેત ખૂબ ઉત્સાહવર્ધક છે. ખપત, રોકાણ અને નિકાસ વધતાં આવનારા વર્ષોમાં વિકાસને વેગ મળશે. દુનિયા ક્લાઇમેટ ચેન્જ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેથી ભારત ઇ-મોબિલિટીનું સૌથી મોટું માર્કેટ બનશે. ભારત પાસે એન્જિનિયર તથા આઇટી ટેક્નોલોજિસ્ટનો ટેલેન્ટ પૂલ છે. લૉકડાઉને આપણને શીખવ્યું કે ટેક્નોલોજી સંખ્યાબંધ અવરોધોને કેવી રીતે પાર કરી શકે છે? તેથી ભારત તેના યુવાનોને ઘણાં આઇટી સંબંધી વ્યવસાયો, સ્ટાર્ટઅપ તથા સોલ્યુશન્સની ઓળખ અને વિકાસ કરતા જોશે. વસતીના ટોપ 10% આવકવાળા એવા લોકો કે જે આંતર રાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધના કારણે અત્યાર સુધી ખર્ચ નથી કરી શક્યા તેમની અટકી ગયેલી ડિમાન્ડના કારણે 5 ત્રિમાસિક ગાળાથી ઘટી રહેલું ખાનગી રોકાણ વધી શકે છે. સરકાર દ્વારા કરાતા સહાયક ખર્ચ અને સુધારા ઉપરાંત રિઝર્વ બેન્કના તરલતા ઉપાયોથી આવેલા ઉછાળાથી આર્થિક રિકવરી ઝડપી બની શકે છે. તેમ છતાં રિકવરીમાં કેટલાક પડકારો આવી શકે છે.

ફુગાવાનો ઊંચો દર, નોકરીઓનું નુકસાન, ખરાબ વેતનવૃદ્ધિ અને સંપત્તિના મૂલ્યમાં ઘટાડાથી ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવકવર્ગમાં ગ્રાહકની ખરીદશક્તિને અસર થઇ શકે છે. મોંઘવારીની ચિંતાને કારણે રિઝર્વ બેન્ક નીતિગત દરો ઘટાડવાની સ્થિતિમાં નથી. સરકારે ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જરૂરી વેગ મળી શકે. માત્ર 2021-22નું નાણાકીય વર્ષ જ નહીં પરંતુ આવનારા કેટલાક વર્ષો ભારતના હશે. ભારત 2024 સુધીમાં વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે.

તકોનો વધુમાં વધુ લાભ ઊઠાવવો આપણા પર નિર્ભર છે
વૈશ્વિક મહામારીના ફટકા છતાં ભારત તકોનો ભંડાર છે. આ તકોનો વધુમાં વધુ લાભ ઊઠાવવો આપણા (ભારતીયો) પર અને આપણા નીતિકારો પર નિર્ભર છે. મહામારી બાદ દુનિયા પહેલાં જેવી નથી રહેવાની. આપણે સૌએ વિકસિત થવાની, અનુકૂળ થવાની અને પોતાની સ્કિલ્સ નિખારવાની જરૂર પડશે, કેમ કે હવે બિઝનેસ ન્યૂ નોર્મલ પ્રમાણે ચાલશે.

અર્થતંત્ર બાઉન્સ બેક, જીડીપી ચાલુ વર્ષે 10.1% રહેશે તેવી આશા
કોરોનાકાળમાં ઝડપથી વધતા ભારતીય અર્થતંત્ર પર વિશ્વ બેન્કનું પણ ધ્યાન આકર્ષાયું છે. આ જ કારણ છે કે તેણે ભારતને લઇને તેના અનુમાનમાં સુધારો કર્યો છે. બેન્કે બુધવારે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું કે અંગત વપરાશ અને રોકાણ વધવાથી નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ 10.1% રહી શકે છે. તે જાન્યુઆરીમાં વ્યક્ત કરાયેલા અનુમાન 5.4%થી આશરે બમણું છે. જોકે 2021-22માં અનિશ્ચિતતાને જોતાં વર્લ્ડ બેન્કે 7.5%થી 12.5% વચ્ચેની મર્યાદા જણાવી છે. 22 માર્ચે જ રેટિંગ એજન્સી ફિન્ચે નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થતંત્રમાં 12.8%ના જોરદાર વધારાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

વર્લ્ડ બેન્કે સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટમાં જણાવ્યું કે દક્ષિણ એશિયામાં ભારત સૌથી મોટો દેશ છે. 2020માં ફક્ત ભારતમાં એફડીઆઈ વધ્યું છે. ભારત આઈટી કન્સલ્ટિંગ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ડેટા પ્રોસેસિંગ સર્વિસ અને ડિજિટલ પેમેન્ટ સહિત ડિજિટલ સેક્ટરમાં રેકોર્ડ સંખ્યામાં ડીલ આકર્ષી રહ્યું છે. વર્લ્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી હંસ ટિમરે જણાવ્યું કે આ આશ્ચર્યજનક છે કે ગત વર્ષની તુલનાએ ભારત કેટલું આગળ નીકળી ગયું છે. ભારતે બાઉન્સ બેક કર્યું છે. અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે એન વેક્સિન ઉત્પાદનમાં અગ્રણી છે. જોકે મહામારીને લીધે સ્થિતિ હજુ પડકારજનક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો