તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવ વધારાનો ફટકો:સિમેન્ટ અને સ્ટીલ કાર્ટેલના કારણે ઘરના ભાવમાં 15-20% ભાવ વધારાની સંભાવના દર્શાવતા બિલ્ડરો, શુક્રવારે રિયલ એસ્ટેટ સેક્ટર હડતાળ પાડશે

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
દેશવ્યાપી હડતાળની ચર્ચા કરતાં ગુજરાતના રિયલ એસ્ટેસ સેક્ટર્સના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો - Divya Bhaskar
દેશવ્યાપી હડતાળની ચર્ચા કરતાં ગુજરાતના રિયલ એસ્ટેસ સેક્ટર્સના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો
 • સ્ટીલ, સિમેન્ટ લોબીની કાર્ટેલ તોડવા માટે પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવી
 • વિરોધ માટે રિયલ એસ્ટેટ સેક્ટર 12મીએ એક દિવસની પ્રતિક હડતાળ કરશે
 • ગુજરાતમાં 22000થી વધુ સાઇટ પર કન્સ્ટ્રક્શનની કામગીરી અટકી પડશે

પાછલા 6 મહિના દરમિયાન સિમેન્ટ, સ્ટીલ સહિતના કન્સ્ટ્રક્શન મતિરિયાળના ભાવમાં બેફામ વધારો થયો છે અને આ બાબતે ગુજરાત સહિત ભારતના બિલ્ડરોનો આક્ષેપ છે કે સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓએ કાર્ટેલ બનાવી અને અસહ્ય ભાવ વધારો કર્યો છે. જો આવતા થોડા સામેમાં ભાવ ઘટશે નહીં તો ડેવલપર્સને પણ મકાન અને પ્રોપર્ટીના ભાવમાં 15-20% ભાવ વધારો કરવાની નોબત આવશે. કાર્ટેલનો અને ભાવ વધારાનો વિરોધ કરવા માટે રિયલ એસ્ટેટ સેક્ટર્સના અલગ અલગ એસોસિએશનોએ 12 ફેબ્રુઆરીએ એક દિવસની પ્રતિક હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

ભાવ વધતાં રહેશે તો અમારી પાસે કોઈ વિકલ્પ નહીં રહે: ગાઈહેડ
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાઈહેડ)ના પ્રમુખ અજય પટેલે જણાવ્યું કે, કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ ખાસ કરીને સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં 50%થી વધુનો ભાવ વધારો થયો છે. છેલ્લા બે વર્ષથી રિયલ એસ્ટેટ સેક્ટર ખરાબ હાલતમાં હતો. તેમ પણ કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી. દિવાળી બાદ થોડો સુધારો થયો હતો પણ તેની સામે સિમેન્ટ કંપનીઓએ કાર્ટેલ બનાવી જે રીતે ભાવ વધાર્યા છે તેને કારણે અમારે પણ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઘણી વધી છે. આ પરિસ્થિતિમાં નફો કરવાની વાત તો દૂર રહી પણ નુકસાની થવાની સંભાવના વધુ છે. જો ભાવ વધારો કાબુમાં લેવામાં નહીં આવે તો અમારે પણ મકાનોના ભાવમાં 15-20% જેવો વધારો કરવો પડશે. જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીને પણ નુકસાન જશે.

સિમેન્ટનું જ્યાં ઉત્પાદન થાય છે તેવા ગુજરાતમાં જ સૌથી વધુ ભાવ: ક્રેડાઈ
ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત સિમેન્ટનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. આમછતાં બિહાર, રાજસ્થાન જેવા રાજ્યો કરતાં ગુજરાતમાં સિમેન્ટનો ભાવ વધારે છે. બિહારમાં સિમેન્ટની 50 કિલોની એક બેગના રૂ. 225 જેવો ભાવ છે. રાજસ્થાનમાં રૂ. 210-215 જેવો ભાવ છે જ્યારે ગુજરાતમાં 300-315 પ્રતિ બેગ ભાવ ચાલે છે. ખરેખર ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછો ભાવ હોવો જોઈએ અથવા સમાન ભાવ હોવો જોઈએ. તેનાથી વિપરીત ગુજરાતમાં જ સૌથી વધુ ભાવ વસૂલવામાં આવે છે.

ભાવ કાબૂ કરવા સરકારને રેગ્યુલકેટરી ઓથોરિટી બનાવવા કહ્યું
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના ચેરમેન અરવિંદ પટેલે જણાવ્યું કે, સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ સસમયંતરે કાર્ટેલ બનાવી અને ભાવ વધારો કરે છે જેના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી જે છે. અમે તેમજ અન્ય એસોસિએશને કેન્દ્ર સરકારને આ અંગે અગાઉ પણ રજૂઆત કરી હતી કે આ પ્રકારની કાર્ટેલ ન બને અને ભાવ કાબુમાં રહે તે માટે એક રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવી જોઈએ. હાલમાં થયેલા ભાવ વધારા અંગે પણ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય સંલગ્ન ઓથોરિટીને રજૂઆત કરી છે. 12 ફેબ્રુઆરીએ અમે પ્રતિક હડતાળ પાડીશું અને જો જલ્દી ઉકેલ નહીં આવે તો પછી લાંબી હડતાળ પર પણ અમે જઈશું.

ગુજરાતમાં 22000 કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ રહેશે
ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટર્સના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અત્યારે 22000થી વધુ સરકારી અને ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલુ છે. આ સાઇટ પર 40 લાખથી વધુ લોકો કામ કરે છે. 12 ફેબ્રુઆરીની પ્રતિક હડતાળના કારણે આ તમામ સાઇટ પર કામ બંધ રહેશે. જોકે, કન્સ્ટ્રક્શન વર્કર્સને તેમની મજૂરી ચૂકવી દેવામાં આવશે.

બાંધકામ ઉદ્યોગ માટે ટકી રહેવું મુશ્કેલી બન્યું છે:બિલ્ડર્સ એસોસિએશન
બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા- ગુજરાત રાજ્યનાં પ્રેસિડેન્ટ કિર્તી ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓએ કાર્ટેલ રચીને કૃત્રિમ ભાવવધારો કર્યો છે. જેની સીધી અસર બાંધકામ અને તેને સંલગ્ન ઉદ્યોગો ઉપર થઈ છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડિઝલનાં અસાધારણ ભાવવધારાને કારણે એલ્યુમિમિયમ, પીવીસી તેમજ પેઈન્ટસનાં ભાવોમાં 25% વધારો થયો છે. સિમેન્ટનાં ભાવોમાં 20% અને સ્ટીલનાં ભાવોમાં 40% વધારાને કારણે બાંધકામ ઉદ્યોગ માટે ટકી રહેવું મુશ્કેલી બન્યું છે. સિમેન્ટ રેગ્યુલરેટરી ઓથોરિટીની રચના કરવા સહિતની વિવિધ માગ સાથે તારીખ12 ફેબ્રુઆરી, 2021ના રોજ બાંધકામ અને તેને સંલગ્નક્ષેત્રોના સંગઠનો દ્વારા હડતાલ પાડવામાં આવશે અને ક્લેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો