• Gujarati News
  • Business
  • He Said The Work Of Transmission Line Will Be Completed By December, Bangladesh Will Get Full Electricity From The Plant Built In Jharkhand

શેખ હસીના સાથે ગૌતમ અદાણીએ મુલાકાત કરી:કહ્યું- ડિસેમ્બર સુધી ટ્રાન્સમિશન લાઇનનું કામ પૂરું થશે, ઝારખંડમાં બનેલા પ્લાન્ટની સંપૂર્ણ વીજળી બાંગ્લાદેશને મળશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાંગ્લાદેશનાં PM શેખ હસીનાએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એશિયાના સૌથી અમીર બિઝનેસમેને ડિસેમ્બર સુધી ગોડ્ડા પાવર પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સમિશન લાઇન પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે ઝારખંડના ગોડ્ડામાં 1600 મેગા વોલ્ટના થર્મલ પ્લાન્ટ લગાવ્યો છે. ટ્રાન્સમિશન લાઈન મારફત બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ને વીજળી પહોંચાડવામાં આવશે. 2016માં એને લઈ કરાર કરવામાં આવ્યો હતો.

હસીના જોડે મુલાકાત કર્યા પછી ગૌતમ અદાણીએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો, જેની સાથે તેમણે લખ્યું, 'બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાને મળવું સન્માનની વાત છે.

બાંગ્લાદેશ માટે તેમનું વિઝન પ્રેરણાત્મક અને સાહસિક છે. અમે 16 ડિસેમ્બર 2022 વિજય દિવસ નિમિત્તે 1600 મેગા વોલ્ટના ગોડ્ડા પાવર પ્રોજેક્ટ અને બાંગ્લાદેશને સમર્પિત ટ્રાન્સમિશન લાઇનની કામગીરી માટે પ્રતિબદ્ધ છીએ'.

બાંગ્લાદેશ એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર
ભારતની "પાડોશી પહેલા" નીતિ અંતર્ગત બાંગ્લાદેશ એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. બંને દેશો વચ્ચે સહકારનો વિસ્તાર સુરક્ષા, વેપાર, વીજળી અને ઊર્જા, પરિવહન અને કનેક્ટિવિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણક્ષેત્ર, નદીઓ અને દરિયાઈ બાબતો સહિતનાં ઘણાં ક્ષેત્રોમાં ફેલાયેલો છે. ભારતમાં ચાર દિવસીય યાત્રા પર આવેલાં શેખ હસીનાએ સોમવારે નવી દિલ્હીમાં વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરી રાજનૈતિક બેઠકની શરૂઆત કરી.

બે પ્લાન્ટના નિર્માણ માટે કરાર
800 મેગા વોલ્ટના બે પ્લાન્ટના નિર્માણ માટે ઝારખંડ સરકાર અને ગૌતમ અદાણી પાવરે ફેબ્રુઆરી 2016માં એક કરાર કર્યો હતો, જે અંતર્ગત ઉત્પાદિત 1600 મેગા વોલ્ટ વીજળી વિશેષ ટ્રાન્સમિશન લાઈનથી સીધી બાંગ્લાદેશને મોકલવામાં આવશે. આની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન કરી હતી. ત્યાર બાદ બાંગ્લાદેશનાં PM શેખ હસીનાના દિલ્હી પ્રવાસ દરમિયાન એની પર આગળની સહમતી બની હતી.

ગોડ્ડાના મોતિયા ગામમાં બની રહેલા પ્લાન્ટની મુલાકાત લેવા પહોંચ્યા હતા અદાણી. અહીં ઉત્પન્ન થતી વીજળી બાંગ્લાદેશને સપ્લાય કરવામાં આવશે.
ગોડ્ડાના મોતિયા ગામમાં બની રહેલા પ્લાન્ટની મુલાકાત લેવા પહોંચ્યા હતા અદાણી. અહીં ઉત્પન્ન થતી વીજળી બાંગ્લાદેશને સપ્લાય કરવામાં આવશે.

પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદન મુશ્કેલ હતું
અદાણીનો પાવર પ્લાન્ટ જે આજે લગભગ બનીને તૈયાર થઈ ગયો છે, એના માટે એક સમયે જમીન સંપાદન કરવું એ એક મોટો પડકાર હતો. જિલ્લામાં SPT એક્ટને કારણે જમીન મળવી સરળ ન હતી. પોડિયાહાટના ધારાસભ્ય પ્રદીપ યાદવ વળતરની રકમ સહિત અન્ય ઘણા મુદ્દાઓને લઈને તેમના સમર્થકો સાથે તેનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકોએ વિસ્તારના વિકાસ માટે પોતાની જમીનો આપી અને આજે કંપની લગભગ તૈયાર થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...