તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • HDFC Bank Will Provide End to end Banking Solutions And Guidance To Defense And Security Sector Startups

જોડાણ:ડિફેન્સ અને સિક્યુરિટી સેક્ટરના સ્ટાર્ટઅપ્સને HDFC બેન્ક એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ સોલ્યુશનો અને માર્ગદર્શન પૂરાં પાડશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
HDFC બેંકના ગુજરાત ઝોનલ હેડ પર્લ સાબાવાલા અને SASTRAના MD કોર્ણાક રાયે એમઓયુ સાઇન કર્યા હતા. - Divya Bhaskar
HDFC બેંકના ગુજરાત ઝોનલ હેડ પર્લ સાબાવાલા અને SASTRAના MD કોર્ણાક રાયે એમઓયુ સાઇન કર્યા હતા.
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું ઇન્ક્યુબેટર SASTRA સાથે HDFC બેન્કે એમઓયુ કર્યું

સ્ટાર્ટ-અપ્સ સાથેના બેંકના જોડાણોને આગળ વધારતા HDFC બેંકે આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતેના ઇન્ક્યુબેટર સિક્યુરિટી એન્ડ સાયેન્ટિફિક ટેકનિકલ રીસર્ચ એસોસિયેશન (SASTRA) સાથે એક એમઓયુ કર્યું છે. 2020માં શરૂ થયેલ SASTRAમાં હાલ 20 જેટલા સ્ટાર્ટ-અપ્સની રચના કરવામાં આવી છે. આ સહભાગીદારીના ભાગરૂપે બેંક ‘SASTRA’ ખાતે રચાયેલા ડિફેન્સ અને સિક્યુરિટી સેક્ટરના સ્ટાર્ટ-અપ્સને એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ સોલ્યુશનો અને માર્ગદર્શન પૂરાં પાડશે.

સ્ટાર્ટ-અપ્સની સફળતાનો પાયો મજબૂત બનશે
SASTRAના એમડી કોર્ણાક રાયે જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી ખાનગી બેંક સાથે સહભાગીદારી બેંકના સક્ષમ બેંકિંગ સોલ્યુશનો મારફતે SASTRA ખાતે રચવામાં આવેલા સ્ટાર્ટ-અપ્સને સક્ષમ બનાવવામાં ઘણી લાંબી મજલ કાપશે. એચડીએફસી બેંક તરફથી પ્રાપ્ત થતાં નાણાકીય અને માર્ગદર્શનના સમર્થનની સાથે SASTRA ખાતેના સ્ટાર્ટ-અપ્સ દ્વારા સંરક્ષણ અને રક્ષા ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલ સંશોધનકાર્યોને સુદ્રઢ બનાવવામાં અને નવીનીકરણોને સફળતા અપાવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત SASTRA સંરક્ષણ અને રક્ષા ક્ષેત્રમાં સ્ત્રીઓના સશક્તિકરણને વધારવા પર વિશેષ ભાર મૂકે છે.

સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવા બેન્ક કટિબદ્ધ
HDFC બેંકના ગુજરાત બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસન જૉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે કરવામાં આવેલી સહભાગીદારી એ ફક્ત બેંકના સક્ષમ એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ સોલ્યુશનો મારફતે જ નહીં પરંતુ માર્ગદર્શનના સ્વરૂપે પણ સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવાની બેંકની કટિબદ્ધતાનો વધુ એક પુરાવો છે. ઉદ્યોગસાહસિક રાજ્ય ગુજરાતમાં પથપ્રદર્શક ઉપાયોની દિશામાં કામ કરી રહેલા સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવામાં મોખરે રહેવા બદલ એચડીએફસી બેંક ગર્વની લાગણી અનુભવે છે.

HDFC બેન્કનું ત્રણ સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર સાથે જોડાણ
SASTRA એ એચડીએફસી બેંક સાથે એમઓયુ કરનારું ગુજરાતનું ત્રીજું સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર છે. આ વર્ષના પ્રારંભે સરકાર દ્વારા સંચાલિત ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી GUSEC (ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ કાઉન્સિલ) ખાતેના ઇન્ક્યુબેટર અને અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન સાથે જોડાયેલ NDBI (નેશનલ ડીઝાઇન બિઝનેસ ઇન્ક્યુબેટર) ખાતેના અન્ય એક ઇન્ક્યુબેટરે એચડીએફસી બેંક સાથે એમઓયુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...