તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RILનું માર્કેટ કેપ 3 લાખ કરોડ ગગડ્યુ:HDFC અને ટાટા ગ્રુપ માર્કેટ કેપની બાબતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી આગળ નિકળી ગયા

મુંબઈ5 દિવસ પહેલાલેખક: અજીત સિંહ
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી કંપની પૈકીની એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝાટકો લાગ્યો છે. કુલ માર્કેટ કેપિટલાઈઝેશન (M-Cap)ની બાબતમાં આ ગ્રુપ HDFC અને ટાટા ગ્રુપથી પાછળ થઈ ગયુ છે. છેલ્લા 45 દિવસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં 3 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે તેના શેરની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. શુક્રવારે કંપનીના શેરમાં 4 ટકાનો કડાકો બોલાઈ ગયો, રૂપિયા 1,900ની સપાટીથી નીચે જતો રહ્યો હતો.

રિલાયન્સનું માર્કેટ કેપ 12.05 લાખ કરોડ રૂપિયા થયુ
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના આંકડા પ્રમાણે રિલાયન્સ ગ્રુપનું કુલ માર્કેટ કેપ શુક્રવારે (આજે) રૂપિયા 12.05 લાખ કરોડ રહ્યું છે. દિવસની શરૂઆતમાં તે રૂપિયા 12.14 લાખ કરોડ હતું. HDFC ગ્રુપનું માર્કેટ કેપ રૂપિયા 13.72 લાખ કરોડ રહ્યું છે. ટાટા ગ્રુપ આ બાબતમાં પ્રથમ નંબર પર છે. તેનુ કુલ માર્કેટ કેપ 14.27 લાખ કરોડ છે.

એક ઓક્ટોબરથી વાત કરીએ તો તે સમયે HDFC ગ્રુપનું કુલ માર્કેટ કેપ 10.94 લાખ કરોડ રૂપિયા હતું. રિલાયન્સ ગ્રુપનું માર્કેટ કેપ રૂપિયા 15.68 લાખ કરોડ અને ટાટા ગ્રુપની કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 13.20 લાખ કરોડ હતું.

ટાટાનું માર્કેટ કેપ 1.07 લાખ કરોડ વધ્યુ
આંકડાના આધાર પર જોઈએ તો ટાટા ગ્રુપની કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં જ્યાં આ સમય દરમિયાન 1.07 લાખ કરોડનો વધારો થયો છે. ત્યારે રિલાયન્સની કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન આશરે 3 લાખ કરોડ રૂપિયા ઘટી ગયુ છે.

TCSનું માર્કેટ કેપ 9.97 લાખ કરોડ
ટાટા ગ્રુપમાં ટાટા કન્સલ્ટેન્સી (TCS)નું માર્કેટ કેપ 9.97 લાખ કરોડ રૂપિયા છે. તેનું માર્કેટ કેપ રૂપિયા 50 હજાર કરોડ વધ્યુ છે. HDFC બેંકની વાત કરીએ તો તેનું માર્કેટ કેપ અત્યારે 7.73 લાખ કરોડ રૂપિયા છે. એક ઓક્ટોબરથી તેનું માર્કેટ કેપ 1.61 લાખ કરોડ રૂપિયા વધ્યુ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં કુલ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ગુરુવારે પહેલી વખત રૂપિયા 172 લાખ કરોડને પાર પહોંચ્યુ હતું.

HDFCની ચાર કંપની લિસ્ટેડ છે
HDFCની મુખ્ય કંપનીઓમાં HDFC બેંક, HDFC લિમિટેડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ અને HDFC લાઈફ લિસ્ટેડ છે. રિલાયન્સ ગ્રુપમાં RIL, રિલાયન્સના PP શેર, હેથવે કેબલ, ડેન નેટવર્ક, નેટવર્ક 18નો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપમાં TCS, ટાટા મોટર્સ, ટાટા કેમિકલ, ટાઈટન, ટ્રેન્ડ, ટાટા કન્ઝ્યુમર, ટાટા કોમ્યુનિકેશન છે. લોકડાઉન અગાઉની વાત કરીએ તો 9 માર્ચના રોજ RILનું માર્કેટ કેપ 7.05 લાખ કરોડ હતું. TCS 7.40 લાખ કરોડ રૂપિયા સાથે પ્રથમ નંબર પર હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો