હવે FD પર વધુ વ્યાજ મળશે:HDFC અને કોટક બેંકે FDના વ્યાજ દરમાં વધારો કર્યો, જુઓ નવા વ્યાજ દર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

HDFC અને કોટક મહિન્દ્રા બેંકમાં FDના વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની FDના વ્યાજદરોમાં કરવામાં આવ્યો છે. HDFC બેંકમાં FD પર હવે મહત્તમ 6.50% વ્યાજ મળશે. કોટકમાં હવે મહત્તમ 6.30% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

HDFCમાં 3.00%થી 6.50% સુધી વ્યાજ મળશે
હવે તમને HDFCમાં FD કરાવવા પર 3.00%થી 6.50% સુધીનું વ્યાજ મળશે. હવે તમને એક્સિસ બેંકમાં 1 વર્ષ માટે FD કરાવવા પર 6.10% વાર્ષિક વ્યાજ મળશે.

2.75%થી 6.30% સુધી વ્યાજ મળશે
હવે તમને કોટક મહિન્દ્રા બેંકમાં FD કરાવવા પર 2.75%થી 6.30% સુધી વ્યાજ મળશે. હવે તમને એક્સિસ બેંકમાં 1 વર્ષ માટે FD પર 6.25% વાર્ષિક વ્યાજ મળશે.

HDFC બેંકે પણ RD પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યા
HDFC બેંકમાં રિકરિંગ ડિપોઝિટ (RD) કરવાથી, તમને હવે પહેલા કરતા વધુ વ્યાજ મળશે. બેંક હવે RD પર મહત્તમ 6.50% સુધી વ્યાજ ઓફર કરી રહી છે.

આ રહ્યા નવા વ્યાજ દરો

સમયવ્યાજ દર(%)
6 મહિના4.50
9 મહિના5.25
12 મહિના6.10
15 મહિના6.40
24 મહિના6.50
27 મહિના6.50
36 મહિના6.50
39 મહિના6.50
48 મહિના6.50
60 મહિના6.50
90 મહિના6.25
120 મહિના6.25
અન્ય સમાચારો પણ છે...