તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ડિવિડન્ડ:HCL ટેક.નો Q2 નફો 18.5% વધ્યો, 4 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઇટી કંપની એચસીએલ ટેકનોલોજીએ સપ્ટેમ્બર-20ના અંતે પુરા થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3142 કરોડ (રૂ. 2651 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 6.1 ટકા વધી રૂ. 18594 કરોડ (રૂ. 17528 કરોડ) થઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 4 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ કરી છે. જોકે, આગલાં ત્રિમાસિકના રૂ. 2925 કરોડની સરખામણીએ ચોખ્ખો નફો 7.4 ટકા વધ્યો છે. જ્યારે આવકો રૂ. 17841 કરોડ સામે 4.2 ટકા વધી છે.

ક્વાર્ટર દરમિયાન કંપનીએ 15 ટ્રાન્સફોર્મેશનલ ડિલ્સ શાઇન કરી છે. ક્વાર્ટરના અંતે કર્મચારીઓની સંખ્યા 1.53 લાખની રહેવા સાથે એટ્રીશન રેશિયો 12.2 ટકાના દરે રહ્યો હતો.

રેવન્યૂ ગ્રોથ ગાઇડેન્સ જાળવી રખાયા
કંપનીએ ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં આવકોની વૃદ્ધિ 1.5- 2.5%ની એવરેજથી વધવાનો અંદાજ મૂક્યો હોવાનું કંપનીના સીઇઓ સી વિજયકુમારે જણાવ્યું છે.ફેડરલ બેન્કનો નફો 26 ટકા વધ્યો: બેન્કનો Q2 નફો 26 ટકા વધી રૂ. 308 કરોડ (રૂ. 417 કરોડ) થયો છે. કુલ આવકો 9 ટકા વધી રૂ. 3997 કરોડ (રૂ. 3675 કરોડ) થઇ છે. નેટ એનપીએ ઘટી 0.99 ટકા (1.59 ટકા) થઇ છે.

ફિલિપ્સ કાર્બનનો નફો 25 ટકા ઘટ્યો​​​​​​​
કંપનીનો Q2 ચોખ્ખો નફો 25.05 ટકા ઘટી રૂ. 57.55 કરોડ (રૂ. 77.51 કરોડ) થયો છે. કંપનીની કુલ આવકો 23.40 ટકા ઘટી રૂ. 665.37 કરોડ (રૂ. 868.61 કરોડ) થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો